IND vs PAK Live: એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે.
એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ચાહકો ઘણા સમયથી આ મેચની રાહ જોઈ રહ્યા હતા. બંને ટીમો ખૂબ જ સારી લયમાં છે. આ બંને કટ્ટર હરીફો વચ્ચે છેલ્લી ODI મેચ 2019 ODI વર્લ્ડ કપમાં રમાઈ હતી. જે ટીમ ઈન્ડિયાએ જીતી હતી. બીજી તરફ, જો તમે છેલ્લી 10 ODIના આંકડાઓ પર એક નજર નાખો તો ભારતને મોટો ફાયદો છે. ટીમ ઈન્ડિયાએ દસમાંથી સાત મેચ જીતી છે જ્યારે પાકિસ્તાનને ત્રણમાં સફળતા મળી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચમાં વરસાદના કારણે ફરી એકવાર વિક્ષેપ પડ્યો છે, જેના કારણે મેચ રોકી દેવામાં આવી છે. ટીમ ઈન્ડિયા હાલ ઘણી મુશ્કેલીમાં જોવા મળી રહી છે. 11.2 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 51/3 છે.
ત્રીજી વિકેટ પણ પડી
ભારતને 10મી ઓવરમાં ત્રીજો ફટકો લાગ્યો હતો. સારા ફોર્મમાં દેખાઈ રહેલો શ્રેયસ અય્યર 9 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. હરીશ રઉફે તેની વિકેટ લીધી હતી.
ભારતની બીજી વિકેટ પડી
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે તેની બીજી વિકેટ ગુમાવી છે. ભારત માટે આ એક મોટો ફટકો છે કારણ કે વિરાટ કોહલી માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 27/2
રોહિત શર્મા આઉટ
ભારતીય ટીમને પાંચમી ઓવરના છેલ્લા બોલ પર મોટો ફટકો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી વિકેટ 15ના સ્કોર પર રોહિત શર્માના રૂપમાં ગુમાવી હતી. વિરાટ કોહલી હવે મેદાનમાં છે