સરકારે પાકિસ્તાનને અડેલીસીમા પર સુરક્ષા માટે બીએસએફને છ નવી બટાલિયન ઉભી કરવા માટે પરવાનગી આપી છે. અા બટાલિયનમાં 7,000 જેટલા જવાનો હશે. ગૃહમંત્રાલયે અા માટે 2,090.94 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.આ નવી બટાલિયન તસ્કરી અને ઘૂસણખોરીવાળી ભારત-બાંગલાદેશ સીમા પર તહેનાત થશે.દરેક બટાલિયનમાં 1000થી વધુ જવાનો હોય છે.
ચાર બટાલિયનને પાકિસ્તાન અને બાંગ્લાદેશ સીમા પર આઠ ઇંટિગ્રેટેડ ચેક પોસ્ટ પર સલામતીની જવાબદારી સોંપવામાં આવશે.બાકી બે બટાલિયન જમીન પર સક્રિય રહેશે.