છેલ્લા કેટલાક દિવસોથી ખબર આવી રહી છે કે LoC પર પાકિસ્તાનના SSG (સ્પેશ્યલ સર્વિસ ગ્રૂપ)ના કમાન્ડો હાજર છે. જાહેર થયેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે SSG કમાન્ડો સેનાની પોસ્ટ્સની લગભગ નજીક દેખાઈ રહ્યા છે. આ વીડિયો તે સમયે રિલીઝ કરવામાં આવ્યો છે જ્યારે બૉર્ડર એક્શન ટીમ (બેટ)નો વીડિયો સામે આવ્યો છે. સેનાના સૂત્રો અનુસાર આ નવા વીડિયોની જાણકારી આપવામાં આવી છે.
પોતાની પોસ્ટ તરફ ભાગનાર કમાન્ડો સૂત્રોએ જણાવ્યુ કે ઑગસ્ટ માસના અંતમાં કેજી સેક્ટરની ઠીક સામે પૂંછ નદીના કિનારે SSG કમાન્ડો જોવા મળ્યા હતા. જેવુ જવાનોને એ વાતનો આભાસ થયો કે ઈન્ડિયન આર્મીને તેમની હાજરીની જાણ થઈ ગઈ છે. તે તમામ પોતાના નજીકની પોસ્ટ તરફ ભાગી ગયા. જે સ્થળે SSGના કમાન્ડ હાજર હતા ત્યાં એક કેમેરો મળ્યો.
આ કેમેરાથી જાણ થઈ કે SSG કમાન્ડો LoC નજીક હાજર છે. આ વીડિયોથી બુધવારે વધુ એક વીડિયો આવ્યો હતો. જેમાં પાક.ની બેટ ટીમ વિરૂદ્ધ સેના કાર્યવાહી કરતી જોવા મળી રહી છે. પાંચ ઑગસ્ટે જ્યારથી ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી છે ત્યારથી જ સતત સરહદ પર તણાવ વધ્યો છે. ના માત્ર ઈન્ડિયન આર્મીની ફૉરવર્ડ પોસ્ટ્સ પરંતુ પાકિસ્તાનની સેના સતત રહેણાંક વિસ્તારોમાં ફાયરિંગ કરી રહી છે.
બેટ ટીમ પર થયેલી કાર્યવાહી પાક. સેના તરફથી સ્કુલોને પણ નિશાન બનાવવામાં આવી રહી છે. જે વીડિયો સામે આવ્યો છે તે 12 અને 13 સપ્ટેમ્બરનો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે કેવી રીતે ભારતીય જવાન પાકિસ્તાનના એસએસજી કમાન્ડો અને આતંકવાદીઓ પર ગ્રેનેડ લૉન્ચર્સથી હુમલો કરીને તેમને LoCની પાછળ ધકેલી રહ્યા છે.