દેશભરમાં ગરમી માઝાં મૂકી છે.કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તે વચ્ચે હિમાચલ પ્રદેશમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો રાજ્યની રાજધાની શિમલામાં સોમવારે બપોરે મુશળધાર વરસાદને કારણે વાતાવરણ ઠંડુંગાર થઈ ગયું છે. આ ઉપરાંત જુદા-જુદા જિલ્લામાંઓમાં હળવા ઝાપટા પણ નોંધાયા હતા. શિમલા અને આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. કાંગડા જિલ્લાના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્ગારા શિમલા સહિત રાજ્યમાં 20 મે સુધી ખરાબ હવામાનની આગાહી કરી છે.
આ દરમિયાન હિમાચલ પ્રદેશના અનેક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.આજ અને આવતીકાલ માટે મેદાની, મધ્યમ અને ઊંચા પર્વતીય વિસ્તારોમાં કરા, વીજળી પડવાના લઇ યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યુ છે. આ દરમિયાન આ વિસ્તારોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે
હવામાન વિભાગે આજે આગામી ત્રણ કલાક દરમિયાન શિમલા, સિરમૌર, કાંગડા, કુલ્લુ મંડી, સોલન અને ચંબા જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદ, કરા અને વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગની એડવાઈઝરી જારી કરવામાં આવી છે કે કરા અને વાવાઝોડાને કારણે, સફરજન અને અન્ય ફળોના છોડને નુકસાન થઈ શકે છે. તેમજ અનેક ભાગોમાં વીજ પુરવઠો ખોરવાઈ શકે છે. તેથી, સાવચેત રહેવાની જરૂર છે.