પીએમ મોદી 2 દિવસની મુલાકાતે ઇજિપ્ત પહોંચ્યા છે. આ દરમિયાન ઈજિપ્તના વડાપ્રધાન મુસ્તફા મેડબૌલીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
પીએમ મોદી અમેરિકાની મુલાકાત બાદ 2 દિવસના પ્રવાસે ઇજિપ્ત પહોંચ્યા છે. ઇજિપ્તની રાજધાની કૈરોમાં વડાપ્રધાન મુસ્તફા મેડબૌલીએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, 26 વર્ષ બાદ કોઈ ભારતીય પીએમ પહેલીવાર દ્વિપક્ષીય મુલાકાત માટે ઈજિપ્ત પહોંચ્યા છે. ઇજિપ્તની મુલાકાત દરમિયાન પીએમ મોદી ઇજિપ્તના વડા પ્રધાન સાથે રાઉન્ડ ટેબલ બેઠક કરશે અને રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીને મળશે.