કેન્દ્રીય ચૂંટણી પંચ કોઈપણ સમયે લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચની જાહેરાત બાદ સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થઈ જશે. ચૂંટણીનું બ્યુગલ વાગે તે પહેલા પીએમ મોદી આગામી 10 દિવસમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેશે. અહેવાલો અનુસાર પીએમ મોદી 29 કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે.
વડાપ્રધાનના ભાવિ કાર્યક્રમો અંગે અધિકારીઓએ જણાવ્યું કે પીએમ મોદી તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, આસામ અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે. પીએમ મોદી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે.