PM Modi લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ તેમના ચૂંટણી પ્રચારને તેજ બનાવ્યો છે અને શક્ય તેટલા લોકો સુધી તેમનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દેશમાં આગામી કેટલાક મહિનાઓ ભારે વ્યસ્ત રહેવાના છે. લોકસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટે વિવિધ રાજકીય પક્ષોએ પોતપોતાની રણનીતિનો અમલ શરૂ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 માર્ચ સુધી આસામ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશના 3 દિવસના પ્રવાસે જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વારાણસીમાં રોડ શો સમાપ્ત થઈ ગયો છે. તેઓ દર્શન માટે કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા.