PM Modi: લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોરશોરથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ સંબંધમાં તેઓ રવિવારે કર્ણાટકના મેંગલુરુ પહોંચ્યા હતા. પીએમ મોદીએ અહીં રોડ શો કર્યો હતો. વડાપ્રધાનના રોડ શોને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રોડ શો દરમિયાન પીએમ મોદીએ હાથમાં બીજેપીનું ચિહ્ન પકડીને લોકોનું અભિવાદન કર્યું હતું.
ખાસ રીતે તૈયાર કરાયેલા વાહન પર ઉભા રહીને મોદીએ રસ્તાના કિનારે અને નજીકની ઈમારતો પર એકઠા થયેલા લોકોનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન લોકોએ ‘મોદી, મોદી’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.
રોડ શો દરમિયાન અનેક સ્થળોએ ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઢોલના તાલે નાચતા પણ જોવા મળ્યા હતા.
ભાજપના ગઢ એવા દક્ષિણ કન્નડ જિલ્લાના મેંગલુરુ શહેરમાં જ્યારે વડાપ્રધાન મોદીનો કાફલો નારાયણ ગુરુ ચારરસ્તાથી નવભારત ચારરસ્તા તરફ પસાર થયો ત્યારે લોકોએ ફૂલોની વર્ષા કરી.