સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોના વાઈરસને પગલે મેડિકલને લગતા તમામ પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે. મંગળવારે કોરોના વાઈરસની જાગૃતિ અને માર્ગદર્શન તેમજ તરત કેવા પ્રકારની કાર્યવાહી કરવી તેના માટે જેલ સુપ્રિટેન્ડન્ટ મહેશ નાયક તથા ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ વી. આર. પટેલ અને DYSP આર. વી. રાણાની ઉપસ્થિતિમાં દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક કેદીએ બેરેકમાંથી પોતાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની બૂમ પાડી હતી. જેલમાં ફરજ બજાવતા સિપાઈ સહિતનો સ્ટાફ દોડી આવ્યા હતા અને તુરંત મેડીકલ ટીમે કેવા પ્રકારની કાર્યવાહી કરવાની તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
Sunday, May 19