Priyanka Gandhi – ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ક્રૂર બની રહ્યું છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર હુમલો થયો છે, જેમાં લગભગ 500 લોકોના મોત થયા છે. હમાસે આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે, જ્યારે ઈઝરાયેલનું કહેવું છે કે તેણે આ હુમલો નથી કર્યો. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આ મુદ્દે X પર પોસ્ટ કરી છે.
પ્રિયંકાએ કહ્યું, ‘હોસ્પિટલો પર બોમ્બ ધડાકા, બાળકોની હત્યા, નાગરિકોને ખોરાક, પાણી અને દવાઓની સપ્લાયમાં વિક્ષેપ. ગાઝામાં જે ભયાનકતા બની રહી છે તેની નિંદા કરવા માટે પૂરતા શબ્દો નથી. એક સ્ત્રી, એક માતા, એક માનવી તરીકે મને શરમ આવે છે કે દુનિયા આ ગુનાઓને આટલી ક્રૂરતાથી આચરવા દે છે.
The bombing of hospitals, the murder of children, the blockading of food, water and medicines to civilians….there are no words strong enough to condemn the horror that is taking place in Gaza.
As a woman, a mother, a human being, I am ashamed that the world is allowing these…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 18, 2023
ગાઝાની હોસ્પિટલમાં બનેલી ઘટનાને લઈને ઈસ્લામિક દેશોમાં ખળભળાટ મચી ગયો છે.
ગાઝાની હોસ્પિટલ પર કહેવાતા ઇઝરાયલી હુમલામાં 500થી વધુ લોકો માર્યા ગયાની ઘટના બાદ ઇસ્લામિક દેશોમાં ઉકળાટ ફેલાયો છે. બુધવારે અરેબિયાથી લઈને આફ્રિકા અને મધ્ય પૂર્વથી લઈને યુરોપ સુધી ઈઝરાયલ વિરુદ્ધ જબરદસ્ત દેખાવો થયા હતા. પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘણી જગ્યાએ ઘાતક અને લોહિયાળ અથડામણ થઈ હતી. તમને જણાવી દઈએ કે ગાઝાની એક હોસ્પિટલમાં વિસ્ફોટમાં સેંકડો લોકોના મોતના સમાચારના થોડા જ કલાકોમાં વિશ્વના વિવિધ દેશોમાં આ વિરોધ શરૂ થયો હતો. દેખાવકારોએ પશ્ચિમ કાંઠે પેલેસ્ટિનિયન સુરક્ષા દળો અને પડોશી જોર્ડનમાં પોલીસ પર પથ્થરમારો કર્યો.