પંજાબ પોલીસે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી બે પિસ્તોલ, 4 મેગેઝીન અને 30 કારતુસ મળી આવ્યા છે. UAPA અને આર્મ્સ એક્ટ હેઠળ રાજ્ય સ્પેશિયલ ઓપરેશન સેલ, અમૃતસરમાં આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
In an intelligence-based operation, Punjab Police averts possible target killings with the arrest of 2 members of Babbar Khalsa International (BKI)-backed terror module
The module was operated by #USA based Harpreet Singh @ Happy Passian, a close aide of #Pakistan based… pic.twitter.com/Ab9FNk2xtf
— DGP Punjab Police (@DGPPunjabPolice) March 7, 2024
આ મોડ્યુલ યુએસએ સ્થિત હરપ્રીત સિંઘ ઉર્ફે હેપ્પી પાસિયાન, આતંકવાદી હરવિન્દર સિંઘ ઉર્ફે રિંડાનો નજીકનો સાથી અને તેના સહયોગી આર્મેનિયા સ્થિત શમશેર સિંહ ઉર્ફે શેરા દ્વારા સંચાલિત હતો. પ્રાથમિક તપાસ મુજબ હેપ્પી પાસિયાન, રિંડા અને શમશેર સાથે મળીને પંજાબમાં યુવાનોને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરિત કરીને કટ્ટરપંથી બનાવવાનું કામ કરી રહ્યા હતા.