કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુરુવારે નાગાલેન્ડથી આસામ પહોંચી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં નિકળતી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 15 રાજ્યોના 110 જિલ્લામાંથી પસાર થશે.
આ યાત્રા નાગાલેન્ડથી શિવસાગર જિલ્લાના હલુવાટિંગ થઈને આસામ પહોંચી હતી. રાહુલ ગાંધીએ સવારે નાગાલેન્ડના તુલીથી બસ યાત્રા ફરી શરૂ કરી અને લગભગ 9:45 વાગ્યે આસામ પહોંચ્યા.
પાર્ટીના સેંકડો કાર્યકરોએ રાહુલ ગાંધીનું હાલુવાટિંગમાં સ્વાગત કર્યું હતું અને રાજ્યની આઠ દિવસની મુલાકાત માટે કોંગ્રેસના આસામ એકમના નેતાઓને રાષ્ટ્રીય ધ્વજ સોંપવામાં આવ્યો હતો.
કોંગ્રેસના સાંસદની આગેવાનીમાં 6,713 કિલોમીટર લાંબી યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થઈ હતી અને 20 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે. આ યાત્રા આસામમાં 25મી જાન્યુઆરી સુધી ચાલશે.