રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એટ હોમ સેરેમનીમાં વડાપ્રધાન મોદી પૂર્વ પીએમ મનમોહન સિંહ અને તેમના ગુરૂશરણ કૌરને મળ્યાં હતા. જ્યાં બંને નેતાઓએ હાથ જોડીને એકબીજાનું અભિવાદન કર્યુ હતુ. તો પીએમ મોદી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. જ્યાં પણ ચૂંટણી પ્રચાર દરમિયાનના તમામ વૈમનસ્યને ભૂલીને બંને નેતાઓ એકબીજા સાથે હસીને મુલાકાત કરી હતી.
શું હોય છે એટ હોમ સેરેમની
રિપબ્લિક ડે પરેડ પછી પ્રેસિડન્ટ દ્વારા 26 જાન્યુઆરીની સાંજે ચીફ ગેસ્ટને ધન્યવાદ આપવા માટે એટ હોમ સેરેમની યોજાય છે. જેને થેન્ક્સ ગિવિંગ પણ કહેવામાં આવે છે.પીએમ, વાઈસ પ્રેસિડન્ટ ઉપરાંત સરકાર અને વિપક્ષના મોટાં નેતાઓને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવે છે.