રાજસ્થાનના કોટામાં 75 વર્ષની વૃદ્ધ મહિલાનું મા બનવાનું સ્વપ્ન આઈવીએફ દ્વારા પુરૂ થયુ છે. શનિવારે રાત્રે મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો છે. રવિવારે ડોક્ટરે જણાવ્યું કે બાળકીનું વજન માત્ર 600 ગ્રામ છે અને તેને બીજા હોસ્પિટલની નિયોનેટલ ઈન્ટેન્સિવ કેયર યૂનિટમાં લઈ જવામાં આવ્યું છે અને મહિલા કોટાના કિંકર હોસ્પિટલમાં ભરતી છે. બાળરોગ વિશેષજ્ઞોની એક ટીમ બાળકીની દેખરેખ કરી રહી છે.
ડોક્ટર અભિલાષા કિંકરે જણાવ્યું કે મહિલાએ પહેલા એક બાળકને ખોળે બેસાડ્યો છે. જો કે તે પોતાનું બાળક ઈચ્છતી હતી અને તેણે આઈવીએફ દ્વારા મા બનવાને લઈને ડોક્ટરો સાથે વાતચિત કરી તેમણે જણાવ્યું કે મહિલાની ઉંમરને જોતા બાળકીનું સી-સેક્શન દ્વારા સમય પહેલા જ જન્મ કરાવવો પડ્યો હતો. આ બાળકીનો જન્મ સાડા છ માસમાં થયો છે તેના કારણે તેનું વજન પણ ખૂબ ઓછુ છે.
ડોક્ટર અભિલાષા કિંકરે જણાવ્યું કે મહિલા વૃદ્ધ હોવાના કારણે તે શારીરિક રૂપે ખૂબ જ નબળી છે. તેનું સ્વાસ્થ્ય પણ વધુ સારૂ નથી તેનાથી મોટી સમસ્યા એ છે કે મહિલાની પાસે માત્ર એક જ ફેફસો હતો જે ડોક્ટરો માટે ખૂબ જ પડકાર જનક હતું.
ડોક્ટર અભિલાષા કિંકરે જણાવ્યું કે મહિલા ગ્રામીણ હોવાની સાથે સાથે ખેડુત પરિવારમાંથી છે. તે પોતે બાળકીને જન્મ આપવા ઈચ્છતી હતી. અમે બધા આશ્ચર્યમાં રહી ગયા.