હાલ રાજ્યમાં બોગસ ડિગ્રીના વેચાણનો રાફડો ફાટ્યો છે. લેભાગુ ટોળકીઓ દ્ઘારા જુદી- જુદી સ્કુલો, યુનિવર્સિટીઓની બોગસ ડિગ્રી રાખી લાખો રૂપિયા ખંખેરી રહ્યા છે બોગસ ડિગ્રી કૌભાંડમા રાજકોટ ક્રાઇમબ્રાન્ચે આરોપીઓ સામે સંકજો કસ્યો છે. આવા ચાલતા ગેરકાયદેસર એકમ સામે તવાઇ બોલાવી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી રહ્યા છે. રાજકોટમાંથી વધુ એક દેશવ્યાપી સર્ટિફિકટ કૌભાંડમાં સંડાવાયેલા શખ્સ કેતન જોષીની પોલીસે ધરપકડ કરી છે જેમાં તપાસમાં ચોકાંવનારા ખુલાસાઓ થયા છે સરકાર બોર્ડની બોગસ માર્કશીટ મેળવી દેશભરની 54 જેટલી સ્કુલો માંથી 8500 બોગસ સર્ટિફિકેટ વેચવાના ખુલાસા થયા છે જેને લઇ પોલીસ પણ ચોકી ઉઠી હતી બોગસ ડિગ્રીના વેચાણ કરી 250 વિદ્યાર્થીઓ ખાનગી વિભાગ નોકરી પણ મેળવી લીધી છે.
રાજકોટ ક્રાઇમબ્રાન્ચ ખાનગીરાહે બાતમી મળતી હતી કે એક શખ્સ રાજકોટના જુદા-જુદા વિસ્તારોમાં બોગસ ડિગ્રીઓનુ વેચાણ કરી લાખો રૂપિયા ખંખેરી રહ્યા છે. જે અંગે બાતમીના અધારે દરોડા પાડી નકલી સર્ટિફિકટના વેચાણ કરતા કેતનજોષી નામના શખ્સની ધરપકડ કરી હતી જે જુદા- જુદા રાજ્યના 54 ગેરકાયદેસ સ્કુલ સર્ટિફિકેટ મળી આવ્યા હતા જેને લઇ સ્કુલોના અધિકારીઓની પણ ભૂમિકા શંકાસ્પદ હોવાની સામે આવી રહી છે. ઉત્તરપ્રદેશની 22 અને ગુજરાતની 6 સ્કુલોઓનો પણ સમાવેશ થાય છે.કેતન જોષી પોતે બોર્ડ હાયર ઓફ દિલ્હી એજ્યુકેશન ટ્રસ્ટીની જવાબદારી સંભાળતા હતા વધુ પૈસા કમાવાની લહ્યામાં ગેરકાયદેસર પ્રવૃતિને અંજામ આપતા હતા હાલ ક્રાઇમબ્રાન્ચે આ રેકેટમાં કોણ –કોણ સામેલ છે અને આના તાર કયા –કયા રાજ્યમાં છે તે અંગે વઘુ તપાસ હાથધરી છે.