રાંચીની બુટી બસ્તી વિસ્તારની રહેવાસી એક બી.ટેક.ની સ્ટુડન્ટ પર કરાયેલ રેપના આરોપી રાહુલ રાજ ઉર્ફે રૉકી ઉર્ફે અંકિત ઉર્ફે શ્રીરાજ વાસ્તવને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. કોર્ટે આ કેસને રેરેસ્ટ ઑફ રેર ગણાવ્યો હતો અને આરોપીની આકરી ટીકા કરી હતી. સીબીઆઇની ખાસ કોર્ટે આજે શનિવારે સવારે ચુકાદો આપતાં રૉકીને ફાંસીની સજા ફટકારી હતી. સીબીઆઇ કોર્ટે ચાલુ વર્ષના ઓક્ટોબરની 30મીએ આરોપનામું ઘડ્યું હતું. શુક્રવારે થયેલી એની ફાઇનલ સુનાવણીમાં કોર્ટે રૉકીને આ રેપ કેસનો આરોપી જાહેર કર્યો હતો અને આજે શનિવારે ચુકાદો જાહેર કરવાનું જણાવ્યું હતું.આજે સવારે કોર્ટમાં રૉકીને ફાંસીની સજા જાહેર કરવામાં આવી ત્યારે રૉકીનો ચહેરો સાવ સપાટ હતો. એને જાણે આ સજાની જાહેરાતથી કોઇ અસર થયેલી દેખાઇ નહોતી. એના મનમાં કદાચ એમ હશે કે આ સજાને ઉપલી અદાલતમાં પડકારશું ત્યારે સજા ઘટી જવાની શક્યતા હતી.
Sunday, May 5