સેમસંગ ગેલેક્સી M34 5G એ બેન્ચમાર્કમાં સિંગલ કોરમાં 956 પોઈન્ટ મેળવ્યા છે જ્યારે મલ્ટી કોરમાં સ્માર્ટફોને 2032 પોઈન્ટ હાંસલ કર્યા છે. તેમાં 120Hz ના રિફ્રેશ રેટ સાથે 6.74-ઇંચ સુપર AMOLED ડિસ્પ્લે મળશે.
Samsung Galaxy M34 5G ભારતમાં લોન્ચઃ સેમસંગ ભારતમાં 7 જુલાઈના રોજ Samsung Galaxy M34 5G લોન્ચ કરવા જઈ રહ્યું છે. હવે ફોનને લોન્ચ થવામાં માત્ર 1 અઠવાડિયું બાકી છે. Samsung Galaxy M34 5G બજેટ અને ફ્લેગશિપ વચ્ચેનો સ્માર્ટફોન બનવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેની કિંમત પણ એકદમ વ્યાજબી હશે. લોન્ચ પહેલા જ આ સ્માર્ટફોનના ફીચર્સ વિશે ઘણી વિગતો સામે આવી છે. Galaxy M34 5G ને 120Hz રિફ્રેશ રેટ સાથે AMOLED ડિસ્પ્લે મળશે.સેમસંગે Galaxy M34 5G લોન્ચ કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કંપનીએ આ માટે માઇક્રોસાઇટને ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન પર લાઇવ પણ કરી છે. આ ઉપકરણને બેન્ચમાર્ક વેબસાઇટ Greekbench પર મોડલ નંબર SM-M346B સાથે જોવામાં આવ્યું છે. બેન્ચમાર્કથી મળેલી માહિતી અનુસાર, યૂઝર્સને Galaxy M34 5Gમાં Exynos 1280 પ્રોસેસર મળશે. સેમસંગ તેની M સીરીઝ અને A સીરીઝના ઘણા સ્માર્ટફોનમાં આ ચિપસેટનો ઉપયોગ કરે છે.
Samsung Galaxy M34 5G ના ફીચર્સ
સેમસંગ ગેલેક્સી M34 5G એ બેન્ચમાર્કમાં સિંગલ કોરમાં 956 પોઈન્ટ મેળવ્યા છે જ્યારે મલ્ટી કોરમાં સ્માર્ટફોને 2032 પોઈન્ટ હાંસલ કર્યા છે. આમાં તમને 120Hz ના રિફ્રેશ રેટ સાથે 6.74-ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે મળશે. ડિસ્પ્લે વોટર ડ્રોપ નોચ ડિઝાઇન સાથે આવશે. Samsung Galaxy M34 5G ના કેમેરા ફીચર વિશે વાત કરીએ તો, પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સ્લોટ ઉપલબ્ધ હશે, જેમાં 50-મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા હશે. આમાં ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન સપોર્ટ કરવામાં આવશે. આ સાથે સ્માર્ટફોનમાં 6GB રેમનો સપોર્ટ મળશે. સ્માર્ટફોનમાં 25W ફાસ્ટ ચાર્જિંગ સાથે 6000mAh બેટરી મળશે. સેમસંગ આ ડિવાઈસને ત્રણ કલર ઓપ્શન વ્હાઈટ, ગ્રીન અને પર્પલમાં લોન્ચ કરી શકે છે.