કલમ 35 A બંધારણીય રીતે યોગ્ય છે કે નહીં તે વિશે આ સુપ્રીમ કોર્ટે બે માસ સુધી સુનાવણી ટાળી હતી. જો કે બાદમાં સુપ્રીમ કોર્ટે નિર્ણય બદલતાં સુનાવણી 3 માસ પછી કરવામાં આવશે કલમ 35.A સાથે જોડાયેલા કેસ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી એક અરજી ‘વી ધ સિટીઝન્સ’ એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે. બીજી અરજી ચારુ વલી ખન્ના દ્વારા દાખલ કરવામાં આવી છે.
ચારુવલી ખન્નાએ કલમ 35 A અને તેના સેક્શન-6ને પડકાર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કાશ્મીરના ન હોય તેવી વ્યક્તિ સાથે લગ્ન કરનાર છોકરી અને તેના બાળકોને કલમ 35 Aનો ફાયદો નથી મળતો. તેમનું એવું પણ કહેવું છે કે, કલમ 370 અને 35 A બંધારણમાં આપવામાં આવેલી સમાનતાનું ઉલ્લંઘન કરે છે. આ કલમના કારણે કાશ્મીર બહારનો વ્યક્તિ ત્યાં કોઈ મિલકત્ત ખરીદી પણ નથી શકતો અને તેને સરકારી નોકરી પણ મળતી નથી. તે લોકો સ્થાનિક ચૂંટણીમાં પણ ભાગ લઈ શકતા નથી.
ભાગલાવાદી નેતાઓએ ધમકી આપી છે કે, જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય કલમ 35 A વિરુદ્ધ આવશે તો ખુલ્લો વિદ્રોહ કરવામાં આવશે અને પેલેસ્ટાઈન જેવી સ્થિતિ બનશે.
કલમ 370 જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે. જ્યારે કલમ 35 A જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં સ્થાનિકોના હિતને રજૂ કરે છે.14 મે 1954માં રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે એક આદેશ રજૂ કર્યો હતો. ત્યારે બંધારણમાં આ કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરની પ્રજાને વિશેષ રાજ્યના દરજ્જાનામાં અમુક લાભ મળે તે માટે આ કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.