દિલ્હી ફી નિયમન મુદે સુપ્રીમકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. ખાનગી શાળાના સંચાલકોને SCની લપડાક. ખાનગી શાળાના સંચાલકો સામે વાલીઓનો વિજય.નવી રીતે ફી રેગ્યુલેટરી કમિટી બનશે. સરકારે નક્કી કરેલી ફી જ વસુલી શકાશે. વધારે ફી લીધી હશેતો પરત કરવા શાળા સંચાલકોને કોર્ટનો અાદેશ.
ફી રેગ્યુલેટરી કમિટીમાં હાઇકોર્ટના નિવૃત્ત જજને સ્થાન.FRCમાં વાલીમંડળને સ્થાન અાપવા SCનો અાદેશ. નવી ફી નક્કી ન થાય ત્યાં સુધી જૂનુ માળખુ અમલમાં રહેશે. તમામ સ્કુલોમાં નવી પ્રોવિઝનલ ફી રજૂ કરાશે. સ્કુલો અને વાલીઓને સાંભળ્યા બાદ નવી ફી નક્કી કરાશે.
હાલ 15 હજાર 25 અને 27 હજાર ફી ભરવી પડશે. વધુ સુનાવણી 2 મેએ હાથ ધરાશે.