માર્કેટિંગ રિસર્ચ ફર્મ ipsos ના એક સર્વે અનુસાર, કોરોનાવાઈરસથી બચવા માટે ભારતમાં 84% લોકો ઘરમાં રહે છે. આંકડો સ્પેનમાં સૌથી વધારે 95% અને જાપાનમાં સૌથી ઓછો 15% છે. આ સર્વે 2 થી 4 એપ્રિલ સુધી દુનિયાના 14 દેશોના 28 હજાર લોકો પર કરવામાં આવ્યો હતો. તે મુજબ, દર 5માંથી 4 વ્યક્તિ ઘરમાં રહે છે. સેલ્ફ આઈસોલેશનના કેસો વિયતનામ, રશિયા અને ઓસ્ટ્રેલિયામાં વધી રહ્યા છે. આ સર્વે અનુસાર, સેલ્ફ આઈસોલેશન અમેરિકા અને ભારતની સ્થિતિ લગભગ એક જેવી છે. બંને દેશોમાં 84% લોકો સેલ્ફ આઈસોલેશનમાં રહે છે. સર્વે મુજબ, 15માંથી 14 દેશના લોકોએ સેલ્ફ આઈસોલેશને આવકાર્યું છે. આ સર્વે મુજબ, કેટલાક દેશોમાં સેલ્ફ આઈસોલેશનનો આંકડો ઘટ્યો છે તો કેટલાક દેશોમાં આંકડો વધ્યો છે. સેલ્ફ આઈસોલેશનમાં ચીનમાં 4%નો ઘટાડો, ભારત અને જર્મનીમાં 3% ઘટાડો આવ્યો છે.
Sunday, May 19