વૈશ્વિક બજારના ખરાબ સંકેતોને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે દેશના સ્થાનિક શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યા હતા. ટ્રેડિંગ સેશનના અંતે શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં આખો દિવસ વેચવાલીનું વાતાવરણ ચાલુ રહ્યું હતું અને લાલ નિશાન સાથે વેપાર થયો હતો. અગાઉ ચાર સેશનના ઘટાડા બાદ ગુરુવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી.
ટ્રેડિંગ સેશનના અંતે 30 પોઈન્ટનો સેન્સેક્સ 1016.84 પોઈન્ટ ઘટીને 54,303.44 પોઈન્ટ પર બંધ થયો હતો. આ સિવાય નિફ્ટી 276.30 પર ગગડીને 16,201.80ના સ્તરે આવી ગયો હતો. શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 54,205.99ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 16,172.60ની સપાટીએ ગયો હતો.
કોટક બેંક, HDFC, બજાજ ફાઇનાન્સ, હિન્દાલ્કો અને રિલાયન્સ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં હતા. એશિયન પેઇન્ટ, ગ્રાસિમ, અપોલો હોસ્પિટલ્સ, નેસ્લે ઇન્ડિયા અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ટોચના ગેઇનર્સ હતા.
ટ્રેડિંગના અંતે સેન્સેક્સના 30માંથી માત્ર 6 શેરમાં જ વધારો જોવા મળ્યો હતો. એશિયન પેઈન્ટ, નેસ્લે ઈન્ડિયા, ડૉ. રેડ્ડી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડૉ. રેડ્ડી અને એક્સિસ બેંકમાં તેજી જોવા મળી હતી. શુક્રવારે સવારે શેરબજારની શરૂઆત ભારે ઘટાડા સાથે થઈ હતી.