ચંદીગઢ : દેશમાં ખતરનાક કોરોના વાયરસનો ચેપ ઝડપથી વધી રહ્યો છે. આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કોરોના પોઝિટિવ 15 મહિનાની બાળકી હોસ્પિટલમાં ડોક્ટરને Flying Kiss (ઉડતી કિસ) આપતી જોવા મળી રહી છે.
A Very Cute Video Is Going Viral Of A 15 Month Old Baby Girl Giving Flying Kisses To Nursing Staff She Is COVID 19 Positive And Is Admitted To PGI Chandigarh#socialmela #covid19 #coronavirus #chandigarh pic.twitter.com/KMPjZJv7YQ
— Social Mela (@social_mela) May 8, 2020
ઉપરોક્ત વીડિયો ચંદીગઢનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિડીયોમાં, તમે જોઈ શકો છો કે કેવી રીતે 15 મહિનાની કોરોના પોઝિટિવ બાળકી હોસ્પિટલના પલંગમાં ઉભી રહીને ડોક્ટરને Flying Kiss કિસ કરી અને નર્સ સાથે હાથ મિલાવ્યો. વીડિયોમાં યુવતીની માતાનો અવાજ પણ સંભળાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોરોના શંકાસ્પદ હોવાને કારણે માતા અને બાળકી બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસમાં માતાનો કોરોના ટેસ્ટ નેગેટિવ મળ્યો હતો. પરંતુ બાળક કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. તે જ સમયે, કોરોના ચેપથી બચવા માટે, મોટાભાગના ડોકટરો કોરોના દર્દીઓથી અંતર રાખતા હોય છે, પરંતુ આ વીડિયોમાં ડોક્ટર બાળકીની ખૂબ નજીકમાં જોવા મળે છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.