દિલ્હીથી પટના જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ 4 કલાકથી વધુ મોડી પડતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. સ્પાઈસ જેટની ફ્લાઈટ નંબર SG 8104 1 માર્ચે બપોરે 12:10 વાગ્યે ટેકઓફ થવાની હતી. ફ્લાઇટનો સમય બે વખત વધારવામાં આવ્યો હતો. જ્યારે 4 વાગ્યે પણ ફ્લાઈટ ટેકઓફ ન થઈ શકી ત્યારે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.
સ્પાઇસજેટ એરલાઇન્સના વરિષ્ઠ અધિકારીઓ પણ ફ્લાઇટમાં વિલંબનું કારણ સમજાવી શકતા નથી. પોલીસ બોર્ડિંગ ગેટ પર આવી અને મુસાફરોને શાંત કરવાનો પ્રયાસ કર્યો. તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા પણ દિલ્હીથી કોલકાતા જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ પાંચ કલાક મોડી પડી હતી. પરંતુ તેની પાછળ એક કારણ હતું.
આપને જણાવી દઈએ કે મંગળવારે દિલ્હી એરપોર્ટ પર મુસાફરોના સામાનમાં વિસ્ફોટકો છૂપાવવાનો ધમકીભર્યો સંદેશો મળ્યા બાદ કોલકાતાની ફ્લાઈટ પાંચ કલાકથી વધુ મોડી પડી હતી. સ્પાઈસ જેટની ફ્લાઈટ નંબર SG-8263 સવારે 5:40 વાગે ટેકઓફ થવાની હતી પરંતુ તપાસના કારણે તેમાં વિલંબ થયો હતો.