પાણીપતઃ વિદ્યાર્થીઓ ઉપર હુમલા થવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે ત્યારે હરિયાણના પાણીપતમાં એક સનસનીખેસ ઘટના સામે આવી છે. અહીં 12માં ધોરણના વિદ્યાર્થીની હત્યા નીપજાવવામાં આવી હતી. આ ચોંકાવનારી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. જ્યારે સનસની ઘટના નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી.
ઘટના અંગે મળીત માહિતી પ્રમાણે બસ સ્ટેન્ડની પાસે બદમાશોએ 17 વર્ષીય યુવકની બરફ તોડવાના સોયાથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે, જેમાં 7થી 8 બદમાશો યુવક પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે.
પાણીપતની જનરલ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થઈ ગયું. મૃતક સાગર જિંદ જિલ્લાના ગામ કાલવાનો હોવાનું સામે આવ્યું છે. તે પોતાની માતા સાથે પાણીપતની મુખીજા કૉલોનીમાં રહેતો હતો. મૃતકની લાશને જનરલ હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવી છે. હાલ પોલીસ કેસ નોંધી આરોપીઓની તલાશ કરી રહી છે.
નોંધનીય છે કે, હત્યાની આ ઘટના સુખદેવ નગરની છે. અહીં જિતેન્દ્ર હૉસ્પિટલની પાસે ધોળાદિવસે ધોરણ-12માં અભ્યાસ કરતા સાગરની બરફ તોડવાના સોયાના ઘા મારીને દર્દનાક હત્યા કરી દેવામાં આવી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ.
ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે લગભથ એક ડઝન યુવકોએ સાગર પર ધારદાર હથિયારથી તાબડતોડ વાર કરી દીધા. જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો.