કર્ણાટકના કનકપુરા ગામમાં બુધવારે એર અનોખી ઘટના સર્જાઈ હતી. જેમાં આસપાસના ગામો માંથી પણ લોકો પણ તે ઘટનાને નિહાળવા માટે અહીં આવી રહ્યાં છે. બેંગલુરુથી 60 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં કંઈક એવું દેખાયું છે, જે તમને દાંત હેઠળ આંગળીઓ દવાબી દેવા માટે મજબૂર કરી દેશે. ગામના લોકોને એક ખેતરમાં સાત માથા વાળા સાંપની કાચળી મળી આવી છે.
આ ગજબની કાંચળી જોઈને લોકોમાં આશ્ચર્ય અને ભયનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે લોકો સાપની કાંચળી ગામના મંદિરમાં લઈ ગયા છે અને હળદર-કુમકુમ લગાવી તેની પૂજા-અર્ચના કરી રહ્યાં છે. હિન્દુ માયથોલૉજી અનુસાર, શેષનાગને સાત માથા હતા. કાંચળી જોઈને ગ્રામજનોને વિશ્વાસ થઈ ગયો કે, શેષનાગનું અસ્તિત્વ આજે પણ છે. અલબત્ત, સાપની આ કાંચળીની તસવીરો ખૂબ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
પ્રશાંત એમએન નામના એક ગ્રામીણે જણાવ્યું કે, આશરે 6 મહિના પહેલા આ જ પ્રકારની એક કાંચળી મળી આવી હતી. બીજી વાર આવું થતા લોકોનું માનવું છે કે ત્યાં કોઈ દૈવીય શક્તિનો વાસ છે. મંદિરના એક સફાઈકર્મચારી એ સફાઈ દરમિયાન આ કાંચળીને સૌથી પહેલા જોઈ હતી અને ત્યારપછી તેણે આખા ગામને આની સૂચના આપી જ્યાંથી સાપની કાંચળી મળી આવી છે, તે જગ્યા મંદિરના પટાગંણથી ફક્ત 10 ફૂટ દૂર છે.