બર્રા વિસ્તારમાં એક હ્યદય હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે એક મા પોતાના બે માસૂમ બાળકોની સામે ફાંસીના ફંદે ઝૂલી ગઇ. બીજી તરફ બંને બાળકો આખી રાત પોતાની માની લાશની બાજુમાં બેસીને તેને ઉઠાડવાનો પ્રયાસ કરતા રહ્યા. ત્યારબાદ સવારે જ્યારે મહિલાનો પતિ ઘરે આવ્યો તો નજારો જોઇ હોશ ઉડી ગયા.
બર્રા 7માં રહેનારા અંકિત નાઇટ ડ્યુટી પર દાદા નગર સ્થિત ફેક્ટરી ગયો હતો. ત્યારે મોડી રાતે તેની પત્ની ગુડ્ડીએ ઘરમાં જ દુપટ્ટાથી ફાંસી લગાવીને પોતાની જીવન લીલા સંકેલી લીધી. ત્યારે સવારે ફેક્ટરી પરત ફરેલા પતિએ જ્યારે આ નજારો જોયો તો તેના હોશ ઉડી ગયા. તે બાળકોને પકડીને રોવા લાગ્યો તે વારંવાર એવું કહી રહ્યો હતો કે હવે હું પણ રહી નહીં શકુ.