- 28 વર્ષીય મલિક બહેનોના નામ પદ્મશ્રી માટે પણ મોકલવામાં આવ્યા છે
- વર્ષ 2013માં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો
- આ વર્ષે ડિસેમ્બર મહિનામાં મલિક બહેનો ન્યૂ ઝીલેન્ડની સૌથી ઊંચી ટોચ સર કરશે
- તેમનાં પિતા રિટાયર્ડ ઇન્ડિયન આર્મી ઓફિસર છે
- યૂથ ઝોન ડેસ્ક: ભારતની પ્રથમ 28 વર્ષીય જોડિયાં પર્વતારોહક બહેનો તાશી મલિક અને નુંગશી મલિક આવનારા સમયમાં મેન વર્સીસ વાઈલ્ડ શોના હોસ્ટ બેર ગ્રિલ્સ સાથે જોવા મળશે. આ બંને બહેનોએ નાની ઉંમરમાં અનેક આકરા પહાડો સર કર્યા છે. એટલું જ નહીં પણ હરિયાણાની બહેનોના નામ પદ્મશ્રી માટે પણ મોકલવામાં આવ્યા છે.
‘ઈકો ચેલેન્જ ફિજી’ શો
બેર ગ્રિલ્સ ‘ઈકો ચેલેન્જ ફિજી’ શો હોસ્ટ કરવાના છે. આ શોની એક ટીમ આ જોડિયાં બહેનોની પણ છે. આ ઇવેન્ટમાં 30 દેશોની 60 ટીમ ભાગ લઈ રહી છે, જેમની એક ટીમ તાશી મલિક અને નુંગશી મલિકની છે. આ પ્રકારની એડવેન્ચર કોમ્પિટિશનમાં ભાગ લેનાર સાઉથ એશિયામાંથી આ બંને બહેનો પ્રથમ છે. ‘ઈકો ચેલેન્જ ફિજી’ સિરીઝના કુલ 10 એપિસોડ ઓનલાઇન પ્લેટફોર્મ પર આવશે.
દેશના વિવિધ રાજ્યોમાં સ્કૂલ અભ્યાસ કર્યો
મૂળ હરિયાણાની 28 વર્ષીય બહેનો હાલ તેમના પરિવાર સાથે દહેરાદૂનમાં રહે છે. રિટાયર્ડ ઇન્ડિયન આર્મી ઓફિસર વીરેન્દ્ર સિંહરની દીકરીઓનો સ્કૂલ અભ્યાસ ભારતના વિવિધ રાજ્યોમાં થયો છે, જેમાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલ નાડુ, ઉત્તરાખંડ, કેરળ અને મણિપુર સામેલ છે. વર્ષ 2013માં જોડિયાં બહેનોએ સિક્કિમ મણિપાલ યુનિવર્સિટીમાં જર્નલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએટ પૂરું કર્યું હતું.
23 વર્ષની ઉંમરમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો
નાનપણથી જ બંને બહેનોએ પર્વતો સર કરવાના સપના જોયાં હતાં. મલિક બહેનોએ નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગમાં વર્ષ 2010માં ટ્રેનિગ લીધી હતી. તેમણે વર્ષ 2013માં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. આ સાથે જ તેઓ દુનિયાની પ્રથમ જોડિયાં બહેનો બની હતી. વર્ષ 2014માં તેઓ સાત સમિટ સર કરનારી દુનિયાની પ્રથમ જોડિયાં બહેનો બની હતી. સેવન સમિટ સર કર્યા પછી તેમણે 28 ડિસેમ્બર 2014માં દક્ષિણ ધ્રુવના છેડે પહોંચ્યા હતા અને 21 એપ્રિલ, 2015ના રોજ તેઓ ઉત્તર ધ્રુવના છેડે પહોંચ્યા હતા. બંને બહેનોએ આ સફર પૂરો કરનારી સૌથી નાની ઉંમરની વ્યકિત બની હતી. તેઓ આ સિદ્ધિ હાસલ કરનારી પ્રથમ ભારતીય અને પ્રથમ સાઉથ એશિયન મહિલા છે. 23 વર્ષની ઉંમરમાં નુંગશી અને તાશીએ ગ્રાન્ડ સ્લેમ( દુનિયાના સૌથી ઊંચા 7 પર્વતો અને ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવનો સફર) યંગ એજમાં પૂરો કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
‘અમે અમારા પેશનને ફોલો કરવાનું નક્કી કર્યું’
તાશીએ પોતાના આ એડવેન્ચર વિશે જણાવ્યું કે, સ્કૂલ સમયથી જ અમને સ્પોર્ટ્સમાં ઘણો રસ હતો. અમે હોકી, બાસ્કેટબોલ અને બેડમિન્ટનમાં હંમેશાં અવ્વ્લ આવતાં હતાં. એક સમય એવો આવી ગયો હતો કે, જ્યારે અમે બંનેએ હોકી ક્ષેત્રે કરિયર બનાવવાનું નક્કી કર્યું. નુંગશીએ કહ્યું કે,આ એમને ભણવા કરતાં એડવેન્ચર કરવામાં ઘણો ઇન્ટરેસ્ટ હતો. પર્વતોનું ચઢાણ કર્યા સિવાય અમને ડાન્સિંગ અને જર્નલિઝમ પણ રસ હતો. પણ અમને ખબર હતી કે જો અમારે જિંદગી 100 ટકા મન ભરીને જીવી છે કે, જરૂરી એ છે કે અમે અમારા પેશનને ફોલો કરીએ.
આકરી ટ્રેનિંગ પાસ કરીને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો
નુંગશી અને તાશીએ તેમના પેશનને જ ફોલો કરવાની ગાંઠ વાળી લીધી. બંને બહેનોએ વર્ષ 2010માં માઉન્ટેરિયરિંગનો કોર્સ ભણવાનો શરુ કરી દીધો. આ કોર્સને દેશની ઘણી ઓછી મહિલાઓ પાસ કરી શકે છે. ટ્રેનિંગમાં આત્મવિશ્વાસ બંધાઈ જતા મલિક બહેનોએ માઉન્ટ એવરેસ્ટ ચઢવાનું સપનું જોયું જે પૂરું પણ કર્યું. નુંગશી અને તાશીએ તેમના પેશનને જ ફોલો કરવાની ગાંઠ વાળી લીધી. બંને બહેનોએ વર્ષ 2010માં માઉન્ટેરિયરિંગનો કોર્સ ભણવાનો શરુ કરી દીધો. આ કોર્સને દેશની ઘણી ઓછી મહિલાઓ પાસ કરી શકે છે. ટ્રેનિંગમાં આત્મવિશ્વાસ બંધાઈ જતા મલિક બહેનોએ માઉન્ટ એવરેસ્ટ ચઢવાનું સપનું જોયું જે પૂરું પણ કર્યું.
ઠંડીમાં પર્વત ચઢવાનો અનુભવ
પોતાના અનુભવ વિશે મલિક સિસ્ટર્સે કહ્યું કે, કોઈ પણ માઉન્ટેન સર કરવા માટે તમારામાં ભરપૂર આત્મવિશ્વાસ હોવો જોઈએ. અમે કપરી ઠંડીમાં પણ પર્વત ચઢવાનું ચાલુ રાખ્યું હતું. માઉન્ટેન પર આરામ કરવા માટે કોઈ રૂમ હોતા નથી. અમે બંને બહેનોએ એકબીજાનો સહારો બનીને મુશ્કેલ પર્વત પણ સાર કરી લીધો છે.
‘ફોલો યોર પેશન’
તાશી અને નુંગશી આજે મુકામ પર પહોંચ્યા છે તેનો શ્રેય તેઓ તેમના માતા-પિતાને આપે છે. તાશીએ જણાવ્યું કે, અમારા પિતાનો સપોર્ટ શબ્દોમાં વર્ણવી શકાય તેવો છે. અમે ખુશ છીએ કે અમારા ડેડ જ અમારા મેનેજર, સેક્રેટરી, પીઆર ટીમ અને અમારા માટે ફંડ ઉઘરાવે છે. 18 વર્ષની ઉંમરે તેમણે અમને માઉન્ટેન ચઢવા માટેના સપના બતાવ્યા હતા અને તેના માટેનો ખર્ચો ઉપાડવા પણ પિતા તૈયાર હતા. અમારા પિતા હંમેશાં એક વાત કહે છે કે, ‘ ફોલો યોર પેશન’. માઉન્ટેન ચઢવાના પ્લાનિંગમાં તેઓ હંમેશાં અમને માર્ગદર્શન આપે છે.
ભવિષ્યનો પ્લાન
દેશની બીજી છોકરીઓને પણ માઉન્ટેન સર કરવા મદદ કરવા માટે વર્ષ 2015માં ‘નુંગશીતાશી ફાઉન્ડેશન’ની સ્થાપના કરી હતી. પોતના આવનારા ભવિષ્યનો પ્લાન વિશે બંને બહેનોએ જણાવ્યું કે,આ મેં આ વર્ષે ડિસેમ્બર મહિનામાં ન્યૂ ઝીલેન્ડનો સૌથી ઉંચો માઉન્ટેન સર કરવાના છીએ, જે દુનિયાનો સૌથી કપરો પીક પોઇન્ટ છે. આ સિવાય અમે બાકીના પ્લાન કર્યા નથી, અમારી એડવેન્ચર ટ્રિપ જ્યાં મને લઈ જશે ત્યાં અમે જઈશું. આગળ પણ આવી જ રીતે અમારા પેશનને ફોલો કરતા રહીશું.