સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) તરફથી સારા સમાચાર છે. ITBP એ 12મું પાસ યુવાનો માટે બમ્પર ભરતી બહાર પાડી છે. હેડ કોન્સ્ટેબલ (HC) અને આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) ની 286 જગ્યાઓ માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા 8 જૂન, 2022 થી શરૂ થશે. તેની સત્તાવાર સૂચના ITBP દ્વારા itbpolice.nic.in પર બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા, સીધી પ્રવેશ અને મર્યાદિત વિભાગીય સ્પર્ધાત્મક પરીક્ષા (LDCE) હેઠળ 286 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ વિશે વિગતવાર જાણો.
ભરતીની મહત્વની તારીખો
ITBPની આ વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા 8 જૂન, 2022થી શરૂ થશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 7મી જુલાઈ 2022 નક્કી કરવામાં આવી છે. તમામ ઉમેદવારોએ 7મી જુલાઈ સુધીમાં અરજી ફી જમા કરાવીને ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર બાદ એપ્લાય કરવાથી લિંક નિષ્ક્રિય થઈ જશે.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો કોઈપણ માન્ય બોર્ડમાંથી 12મું પાસ હોવા જોઈએ. આ સિવાય ઉમેદવારોને હિન્દી અને અંગ્રેજીનું ટાઈપિંગ જ્ઞાન હોવું જોઈએ. કેટલીક પોસ્ટ માટે, વય મર્યાદા 18 થી 25 વર્ષ નક્કી કરવામાં આવી છે, જ્યારે કેટલીક પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા 35 વર્ષ છે. અનામત વર્ગના ઉમેદવારોને વયમાં છૂટછાટ મળશે.
આટલો પગાર મળશે
હેડ કોન્સ્ટેબલનો માસિક પગાર રૂ. 25500 થી રૂ. 81100 રૂપિયા વચ્ચે આપવામાં આવશે. જ્યારે ASIને માસિક પગાર 29200 થી 93200 રૂપિયાની વચ્ચે આપવામાં આવશે. વધુ વિગતો માટે, તમે આ ભરતીની સૂચના જોઈ શકો છો.
આ રીતે અરજી કરો
પાત્રતા ધરાવતા ઉમેદવારોએ હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરની જગ્યાઓ માટે અરજી કરવા માટે ITBPની સત્તાવાર વેબસાઈટ itbpolice.nic.in પર જવું પડશે. વેબસાઇટના હોમપેજ પર, તમારે ભરતી વિભાગ પર ક્લિક કરવાનું રહેશે. હવે આ ભરતીની સૂચના અને એપ્લિકેશન લિંક તમારી સામે આવશે. તમે સૂચનામાં આપેલી માર્ગદર્શિકાને અનુસરીને અરજી ફોર્મ ભરી શકો છો.