સરકારે છેલ્લા કેટલાક દિવસોમાં ટામેટાંના ભાવમાં થયેલા તીવ્ર ઉછાળાને હવામાનમાં આવેલા ફેરફારને જવાબદાર ગણાવ્યું છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ટામેટાંના ભાવ ટૂંક સમયમાં નીચે આવશે. દેશના અનેક શહેરોમાં ટામેટાં 100 રૂપિયા કે તેથી વધુ ભાવે વેચાઈ રહ્યા હોવાના અહેવાલો છે. આ જ કારણ છે કે ટામેટાં, જેનો ઉપયોગ મુખ્યત્વે રસોઈમાં થાય છે, તેણે ઘરનું બજેટ બગાડ્યું છે.
ટામેટાના ભાવમાં વધારો અસ્થાયી સમસ્યા
ઉપભોક્તા બાબતોના વિભાગના સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું કે ટામેટાંના ભાવમાં વધારો એ અસ્થાયી સમસ્યા છે. તેણે કહ્યું, ‘દર વર્ષે આ સમયે આવું થાય છે. વાસ્તવમાં ટામેટા ખૂબ જ નાશવંત ખોરાક છે અને અચાનક વરસાદ તેના પરિવહનને અસર કરે છે. ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર, 27 જૂને અખિલ ભારતીય સ્તરે ટામેટાની સરેરાશ કિંમત 46 રૂપિયા પ્રતિ કિલો હતી.
મહત્તમ કિંમત રૂ. 122 પ્રતિ કિલો
ટામેટાના મહત્તમ ભાવ પણ 122 રૂપિયા પ્રતિ કિલો નોંધાયા છે. દેશના ચાર મેટ્રો શહેરોની વાત કરીએ તો દિલ્હીમાં ટામેટાની છૂટક કિંમત 60 રૂપિયા પ્રતિ કિલો, મુંબઈમાં 42 રૂપિયા પ્રતિ કિલો, કોલકાતામાં 75 રૂપિયા પ્રતિ કિલો અને ચેન્નાઈમાં 67 રૂપિયા પ્રતિ કિલો છે. જોકે સરકારી આંકડા કહે છે કે યુપીના ગોરખપુર અને કર્ણાટકના બેલ્લારીમાં ટામેટાની કિંમત 122 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ છે.