ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલ ધોરણ.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ ૧૦મેના રોજ જાહેર કરવામાં આવશે. ધોરણ.૧૨ની સાથે તાજેતરમાં લેવાયેલ ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા સવારે ૯ વાગ્યે વેબસાઈટ પર પરિણામ જાહેર કરાશે ત્યાર બાદ સ્કૂલોને ધોરણ.૧૨ અને ગુજકેટની માર્કશીટ મોકલી આપવામાં આવશે. છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયા ઉપર બોર્ડની પરીક્ષાનુ પરિણામ જાહેર થવાની ખોટી તારીખો વાયરલ થઈ હતી. જોકે હવે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર કરવાનીની સત્તાવાર તારીખ જાહેર કરી છે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયે ધોરણ.૧૨ સાયન્સમાં ૧.૩૪ લાખ વિદ્યાર્થીઓ નોધાયા હતા જેમાં એ ગ્રુપના ૫૭,૭૬૪, બી ગ્રુપના ૭૬,૮૮૮ અને એબી ગ્રુપના ૧૯ વિદ્યાર્થીઓ નોધાયા હતા. જોકે સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી દર વર્ષે સૌથી પહેલુ પરિણામ જાહેર કરવામાં આવે છે અને ત્યાર બાદ ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહનું અને ધોરણ.૧૦નું પરિણામ જાહેર કરાય છે જેની સત્તાવાર તારીખો હજુ જાહેર કરી નથી. આ ઉપરાંત ડિગ્રી એન્જિનિયરીંગ, ફાર્મસી અને ડિપ્લોમામાં પ્રવેશ લેવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી જેનું પરિણામ પણ ૧૦મેના રોજ જાહેર કરવામાં આવશે. ગુજકેટની પરીક્ષામાં રાજ્યમાંથી ૧.૩૬ લાખ વિદ્યાર્થી નોધાયા હતા.ઉલ્લેખનીય છે કે, ગુજકેટની પરીક્ષા પરિણામ જાહેર થાય તે પહેલા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ૪ ગુણ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ૨ ગુણ આપી દેવાયા છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.