મુંબઈઃ એક સમયે આખા ગુજરાત સહિત દેશ વિદેશમાં બ જ દુર્લભ કહેવાતી સ્પાઇનલ મસ્ક્યુલર અટ્રોફી બીમારીથી પીડાઈ રહેલા ધૈર્યરાજ સિંહની મદદે લોકો રસ્તા ઉપર ઉતરીને ફંડ એકઠું કરી રહ્યા હતા. લોકોની મહેનત રંગ લાવી હતી અને 16 કરોડ રૂપિયા એકઠાં થયા હતા. આખરે ધૈર્યરાજ સિંહને દુનિયાનું સૌથી મોંઘુ ઈન્જેક્શન અપાયું હતું. આમ દાનવિરોની દાનવિરતાથી ધૈર્યરાજ સિંહનો જીવ બચી જશે.
જે બાદમાં રૂપિયા 16 કરોડ એકઠા થયા હતા. 16 કરોડ રૂપિયા એકઠા થયા બાદ વિદેશથી આ ઇન્જેક્શન મંગાવવામાં આવ્યું હતું. જે બાદમાં ધૈર્યરાજના માતાપિતા મુંબઈની હૉસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. મુંબઈની પાંચ મહિનાની તીરા કામત પણ આ ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી. તેને પણ 16 કરોડ રૂપિયાનો ઇન્જેક્શન લગાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લાના કાનેસર ગામનો માત્ર ચાર મહિનાનો માસૂમ ધૈર્યરાજસિંહ ગંભીર જિનેટિક બીમારીથી પીડાઈ રહ્યા છે. આ માટે ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમ અંતર્ગત 16 કરોડ 3 લાખ રૂપિયા એકઠા થયા હતા.
આ માટે ન્યૂઝ 18 ગુજરાતીએ દેશ તેમજ રાજ્યના ખૂણે ખૂણેથી દાન સ્વરૂપે માતબર રકમ મળી રહે તે હેતુથી ઘણા દિવસ પહેલા મુહિમ ઉઠાવી અને સતત અહેવાલ પ્રસારિત કર્યા હતા. જેને લઇને ભારત તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી ભામાશાઓ દ્વારા દાન સ્વરૂપે બાળકના ખાતામાં ઓનલાઇન 16.3 કરોડની માતબર રકમ આવી છે.
આ અંગે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં ધૈર્યરાજના પિતાએ જણાવ્યું હતું કે ‘અમને શરૂઆતમાં આ અશક્ય લાગતું હતું પરંતુ અમે આ અંગે અભિયાન શરૂ કર્યુ, રાજ્યના દરેક સમાજના લોકોએ અમને મદદ કરી. પહેલાં 8 કરોડ રૂપિયા સુધી ખૂબ મુશ્કેલી પડી પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે અમને પૈસા મળી ગયા છે.’
ધૈર્યરાજના માતાએ જણાવ્યું કે, અમને સૌનો સારો સાથ સહાકર મળી રહ્યા છે. આજે મારે ભાઈ નથી પરંતુ એવું કહેવાય છે કે જેનું કોઈ નથી એનો ભગવાન હોય છે અને આજે રાજ્યનો એક એક વ્યક્તિ મારા ભાઈની જેમ સાથે ઉભો રહ્યો છે.’
ધૈર્યરાજના પિતાએ જણાવ્યું કે, મુંબઈમાં ડૉ. નીલુ દેસાઈ નામના તબીબ આ ઈન્જેક્શન આપશે. આ દવાની રિકવરી દરેક વ્યક્તિના શરીરના બંધારણ પ્રમાણે આપવામાં આવતી હોય છે. ધૈર્યરાજ આવતા મહિને 5 મહિનાનો થશે તો ટૂંક સમયમાં તેની અસર થવાની શરૂ થઈ જશે.