પિલિભીતઃ ઉત્તર પ્રદેશના પિલિભીતમાં સંબંધનો લાંછન લગાતો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વિધવા મહિલા ઉપર બેનના સસરાએ દુષ્કર્મ આચર્યું હતું. અને તેની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. પીડિતાને ચામાં કેફી પદાર્થ પીવડાવીને બેભાન કરી તેના ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં દુષ્કર્મનો વીડિયો બનાવીને બ્લેકમેઈલ કરતો હતો.
સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ જય પ્રકાશ યાદવના આદેશ બાદ સોમવારે રાત્રે એફઆરઆઈ નોંધવામાં આવી હતી. પીડિતા ત્રણ બાળકોની માતા છે અને તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે 2018મા તેઓ વિધવા થયા હતા. તેના પરિવારનું ધ્યાન રાખવાનું નાટક કરીને તેની નાની બહેનના 55 વર્ષીય સસરા અવારનવાર તેમના ઘરે આવતા હતા.
પીડિતાએ જણાવ્યું હતું કે, એક દિવસ તેઓ મારા ઘરે આવ્યા હતા અને મેં તેમને ચા આપી હતી. તેમણે ચોરીછૂપે મારી ચામાં કેફી પદાર્થ ભેળવી દીધો હતો. તે ચા પીધા બાદ હું બેભાન થઈ ગઈ હતી અને તેમણે મારા પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો વિડીયો પણ બનાવી દીધો હતો. બાદમાં તેમણે મને ધમકી આપી હતી કે જો હું તેમના તાબે નહીં થઉ તો તેઓ મારો વિડીયો જાહેર કરી દઈશ.
ત્યારબાદ તેઓ અવાર-નવાર મારા પર બળાત્કાર ગુજરાતા હતા અને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હતા. જ્યારે પણ હું તેમનો વિરોધ કરતી હતી ત્યારે તેઓ મને અને મારા બાળકોને ઢોરની જેમ માર મારતા હતા. 27 ફેબ્રુઆરીએ તેમણે મને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હું ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહી હતી. બાદમાં મેં સુનગઢીમાં ફરિયાદ લખાવી હતી પરંતુ આરોપીને ફક્ત શાંતિનો ભંગ કરવા બદલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. બાદમાં મેં એસપીને મારી આપવીતી જણાવી હતી.
એસએચઓ શ્રીકાંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે, એસપીના આદેશ બાદ આરોપીની બળાત્કાર, અકુદરતી સેક્સ, ગુનો કરવા માટે વ્યક્તિને નશીલો પદાર્થ આપવા જેવા ગુનાઓ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં આરોપી ફરાર છે, તેમ તેમણે જણાવ્યું હતું.