ED: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ કેસમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા સભ્યોની ઓળખ અબ્દુલ ખાદર પુત્તુર, અંશદ બદરુદ્દીન અને ફિરોઝ તરીકે થઈ છે.
ધરપકડ કરાયેલા સભ્યોને શનિવારે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એજન્સીએ ત્રણેય શખ્સો પર PFI કેડરને હથિયારોની તાલીમ આપવા અને પ્રતિબંધિત સંગઠન પાસેથી નોંધપાત્ર ભંડોળ મેળવવાનો આરોપ મૂક્યો છે.
2022 માં, કેન્દ્રએ PFI ને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથેની તેની લિંક્સને કારણે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) ની જોગવાઈઓ હેઠળ પ્રતિબંધિત કર્યો હતો.