તીડના આતંકથી પરેશાન છે લોકો પાકિસ્તાનથી આવેલા તીડના ઝૂંડનો આંતક દેશના ઘણા ભાગોમાં ફેલાઈ ચૂક્યો છે. ખેડૂતો આ 4 ઈંચના જીવોનો સામનો કરવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. કેટલાક લોકો થાળી, નગારા વગાડી આ તીડોને ભગાડી રહ્યા છે, તો કેટલાક ડીજે વગાડીને. સોશયલ મીડિયા પર એક વિડીયો પણ આવ્યો હતો, જેમાં ડીજેના સંગીતથી તીડોને ભગાડવામાં આવી રહ્યા છે. એ તો તમે જાણો છો કે જરૂરિયાત જ શોધની જનની છે. એવામાં તીડના આક્રમણથી બચવા માટે લોકો જુગાડની પણ મદદ લઈ રહ્યા છે. આવો જ એક જુગાડનો વિડીયો ‘ટિકટોક’ની દુનિયામાં છવાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, આ ટ્વીટર યૂઝર રાહુલ શ્રીવાસ્તવે શેર કર્યો હતો. તેમણે કેપ્શન લખ્યું હતું કે, ‘ડીજે માત્ર નાચ-ગાન માટે જ નહીં, પરંતુ તીડના ઝૂંડને ભગાડવામાં પણ સફળ થાય છે. બધાના દિવસ બદલાય છે! તમે મોંથી અવાજ કાઢી શકો છો કે થાળી વગાડી શકો છો.’ ઉલ્લેખનીય છે કે, તીડના એટેકને લઈને હિમાચલ પ્રદેશના કાંગડા, ઉના, બિલાસપુર અને સલોન જિલ્લામાં હાઈ એલર્ટ અપાયું છે. સાથે જ, મહારાષ્ટ્રના ભંડારામાં તેનો સામનો કરવા માટે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
Saturday, May 18