દેશની કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આવી સ્થિતિમાં હાલમાં સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. જે અંતર્ગત ખેડૂતોને વર્ષમાં 6 હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે. આ પૈસા 2 હજાર રૂપિયાના ત્રણ અલગ-અલગ હપ્તામાં આપવામાં આવે છે.
આવી સ્થિતિમાં ખેડૂતોને અત્યાર સુધીમાં 15 હપ્તા મળ્યા છે, જ્યારે આ વખતે 16મો હપ્તો જાહેર થવાનો છે. જેની આજે તારીખ છે. એટલે કે થોડા સમય બાદ પીએમ મોદી ખેડૂતોને 16મો હપ્તો ગિફ્ટ કરશે.
माननीय प्रधानमंत्री श्री @narendramodi द्वारा आज पीएम किसान सम्मान निधि योजना की 16वीं क़िस्त का हस्तांतरण महाराष्ट्र के यवतमाल ज़िले से किया जाएगा। जिसमें किसानों को यह क़िस्त DBT के माध्यम से सीधा उनके बैंक खाते में हस्तांतरित होगी। #PMKisan #PMKisan16thInstallment pic.twitter.com/Plh5TeGdBj
— Pradhan Mantri Kisan Samman Nidhi (@pmkisanofficial) February 28, 2024
માહિતી અનુસાર, યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓને આજે 28 ફેબ્રુઆરી 2024ના રોજ 16મો હપ્તો મળશે. PM કિસાન યોજનાના સત્તાવાર પોર્ટલ પર 16મો હપ્તો રજૂ કરવાની તારીખ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં ખેડૂતો માટે આજનો દિવસ ઘણો મોટો સાબિત થવાનો છે.