નવી દિલ્હી : ટ્રાયમ્ફ મોટરસાયકલ ભારતમાં આવી બાઇક લોન્ચ કરવાની તૈયારીમાં છે, જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. આની કિંમત લક્ઝરી કાર કરતા વધારે હશે. હ્યુન્ડાઇની ચાર સાન્ટ્રો કાર આ બાઇકની કિંમતમાં ખરીદી શકાય છે.
ખરેખર, ટ્રાયમ્ફ મોટરસાયકલ 10 સપ્ટેમ્બરના રોજ ભારતમાં ટ્રાયમ્ફ રોકેટ 3 જી ટી બાઇક લોન્ચ કરશે. આ ભારતની કંપનીની સૌથી મોંઘી બાઇક હશે. જોકે, તેની કિંમત હજી જાહેર થઈ નથી.
આ શક્તિશાળી બાઇકના લોન્ચિંગ અંગે કંપનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. ટ્રાયમ્ફ રોકેટ 3 જીટીમાં 2,458-સીસીનું ટ્રિપલ-સિલિન્ડર એન્જિન મળશે. જેને કંપની હાલના અન્ય મોંડેલોમાં પણ વાપરી રહી છે. આ એન્જિન 167PS પાવર અને 221Nm નો મહત્તમ ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.
રોકેટ 3 જીટી પણ કંપનીની હાલની બાઇક રોકેટ 3 આર કરતા અલગ દેખાશે. નવી ટ્રાયમ્ફ બાઇકમાં એડજસ્ટેબલ સ્વીપ-બેક હેન્ડલ્સ અને ફોરવર્ડ-સેટ ફૂટપેગ્સ હશે. તેમાં આરામદાયક બેઠકો અને વિન્ડસ્ક્રીન સાથે એબીએસ અને ટ્રેક્શન કંટ્રોલ જેવી સુવિધાઓ પણ ઉમેરી છે.