કેટલાક દિવસો પહેલા એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. ઓડિશામાં મરઘીઓથી ભરેલો એક ટ્રક અક્સમાતના કારણે પલટી મારી ગયો હતો અને લોકોએ મજા લીધી હતી. હવે એ જ રીતે એવો જ કેસ સામે આવ્યો છે ઉત્તર પ્રદેશથી. કાનપુરના અર્માપુરમાં માછલી ભરેલો એક ટ્રક પલટી ગયો અને બધી જ માછલીઓ રસ્તા પર વેરાઈ ગઈ. આ માછલીઓ લૂંટવા માટે લોકોએ ભારે પડાપડી કરી હતી. સોશિયલ મીડિયા પર હવે આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે બહુ બધી માછલીઓ રસ્તા પર પડેલી છે. લોકો કોથળીઓ લઈ લઈને માછલીની લૂંટ કરી રહ્યા છે. લોકો એટલી હદે માછલી વીણવામાં મશગુલ થઈ ગયા કે રસ્તા પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો. ત્યારબાદ પરિસ્થિતિ કફોડી બનતા પોલીસ આવી અને મામલો સંભાળ્યો હતો.