શનિવારે ઉત્તરપ્રદેશના ગાઝિયબાદમાં પોલીસે પક્ડથી ભાગવાનો પ્રયાસ કરતા માથેભારે શખ્સોને પોલીસ સાથેની અથડામણમાં બંને માથાભારે શખ્સો માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરમાં સ્વાટ ટીમના ઈન્ચાર્જ અને એક કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. એન્કાઉન્ટરમાં એસપી ક્રાઈમ, સીઓ સિટી-3 અને ઈન્દિરાપુરમના એસઓના બુલેટપ્રૂફ જેકેટમાં ગોળીઓ ચલાવવામાં આવી હતી. માર્યા ગયેલા માથાભારે શખ્સ બિલ્લુ દુજાના પર એક લાખ અને રાકેશ પર 50 હજારનું ઈનામ હતું. પોલીસે બિલ્લુને ઈન્દિરાપુરમમાં જ્યારે રાકેશને મધુબન બાપુધામ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં માર્યો હતો.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બંને બદમાશો બિલ્લુ દુજાના અને રાકેશ દુજાના વેવ સિટીમાં ડબલ મર્ડર કેસમાં છેલ્લા કેટલાક સમયથી વોન્ટેડ હતા. બિલ્લુ દુજાના પર એક લાખ અને રાકેશ પર 50 હજારનું ઈનામ હતું. જોકે પોલીસ બંને શખ્શો કયા છે તે અંગે ખાનગીરાહે બાતમી મળતા પોલીસએ બંનેના અલગ-અલગ જગ્યા પર એન્કાઉન્ટર કર્યા હતા જયા ઈન્દિરાપુરમમાં બિલ્લુદુજા અને મધુબન બાપુધામ વિસ્તારમાં રાકેશનું એન્કાઉન્ટર કર્યુ હતુ