Heat Wave: દેશમાં ગરમી અને વરસાદે તારાજી વેરી છે, તો બીજી તરફ પ.બંગાળના દરિયાકાંઠે રેમલ નામના ચક્રવાતની આગાહી કરાઈ છે, જેમાં 102 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભારે ગરમીને કારણે રેકોર્ડબ્રેક વીજવપરાશની સ્થિતિ પણ ઊભી થવા જઈ રહી છે.
દેશમાં ગરમી અને વરસાદ એમ બે હવામાન ઘટનાઓ સમગ્ર દેશમાં ઘાતક સાબિત થઈ રહી છે.
જ્યારે કેરળમાં ચોમાસા પહેલાના વરસાદને કારણે અચાનક પૂર અને વીજળી પડવાને કારણે સાત લોકોના મોત થયા હતાં. રાજસ્થાનમાં ભારે ગરમીને કારણે પાંચ લોકો, હરિયાણામાં બે અને મધ્યપ્રદેશમાં ચાર લોકોનાો મોત થયા હતાં. આમ કુલ 18 મોત આ કારણેથી છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.
દેશના 10 સૌથી ગરમ શહેરોમાં રાજસ્થાનના છ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બાડમેરમાં તાપમાનનો પારો 48.8 ડીગ્રી નોંધાયો હતો. અન્ય શહેરોમાં પણ તાપમાન 47 ડીગ્રીથી ઉપર છે. આ ઉપરાંત 24 મે થી નૌતપા પણ શરૂ થઈ રહી છે જે નવ દિવસની તીવ્ર ગરમી છે. આ સમયગાળા દરમિયાન રાજસ્થાનમાં ઘણી જગ્યાએ તાપમાન 50 ડીગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે.
હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં હીટ વેવ અને કેરળમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ગરમી છે, જ્યારે તમિલનાડુમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે. સિક્કિમ અને અરૂણાચલ દેશના એકમાત્ર એવા રાજ્યો છે કે જેના માટે વિભાગે ભારે હવામાન સંબંધિત કોઈ ચેતવણી જારી કરી નથી.
ગરમીના કારણે બુધવારે સમગ્ર દેશમાં વીજળીની માંગ 2 લાખ 35 હજાર મેગાવોટ પર પહોંચી ગઈ છે.
આ સિઝનની મહત્તમ માંગ છે. ઊર્જા મંત્રાલયનો અંદાજ છે કે દેશમાં વીજળીના વપરાશને સર્વકાલીન રેકોર્ડ ટૂંક સમયમાં તૂટી શકે છે. જે સપ્ટેમ્બર 2023 માં 243.27 જીડબલ્યુ હતો, અને આ રેકોર્ડ તૂટી જવાની તૈયારીમાં છે.
હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં હીટ વેવ અને કેરળમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ગરમી છે, જ્યારે તમિલનાડુમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે. સિક્કિમ અને અરૂણાચલ દેશના એકમાત્ર એવા રાજ્યો છે કે જેના માટે વિભાગે ભારે હવામાન સંબંધિત કોઈ ચેતવણી આપી નથી.
ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતમાં ભીષણ ગરમીને કારણે હાહાકાર મચી ગયો છે અને ઘણાં શહેરોમાં તાપમાન 48 ડીગ્રી સેન્સિયસને પાર કરી ગયું છે, ત્યારે બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. જેના કારણે રવિવારે ચક્રવાતની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 102 કિ.મી. ઝડપે પવન ફૂંકાશે.
હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડી પરનું લો પ્રેશર વધુ તીવ્ર બને તેવી સંભાવના છે.
જેના પગલે રવિવાર સાંજ સુધીમાં તીવ્ર ચક્રવાતી તોફાન બાંગ્લાદેશને અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. આઈએમડીના જણાવ્યાનુસાર ‘બંગાળની ખાડીમાં ચોમાસા પહેલા આ સિઝનનું આ પ્રથમ ચક્રવાત છે. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતની નામકરણ પદ્ધતિ અનુસાર આ ચક્રવાતને રેમલ નામ આપવામાં આવશે. રવિવારે ચક્રવાતને કારણે 102 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.’
હવામાન કાર્યાલયે પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26-27 મે ના ભારે વરસાદની ચેતવણી આપી છે. આ ઉપરાંત દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સૂચના પણ આપવામાં આવી છે.