સીતાપુરઃ રાજ્ય અને દેશમાં દુષ્કર્મની ઘટનાઓ રોજેરોજ બનતી રહે છે. ઉત્તર પ્રદેશમાં દર્દનાક ગેંગરેપની ઘટના બની હતી. અને બાપ બેટાએ ભેગામળીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. હવશખોર પિતા પુત્રએ પોતાની હવશ સંતોસ્યા બાદ ગુપ્તાંગમાં આગ લગાવી હતી. જેમતેમ કરીને મહિલા જીવ બચાવીને ભાગી હતી અને લોકોને જણાતા તેને સારવાર માટે ખસેડાઈ હતી. પોલીસે આ અંગે નરાધમ પિતા પુત્રની ધરપકડ કરી હતી.
ડોક્ટર્સે મહિલાની ગંભીર સ્થિતિ જોઈને તેને જીલ્લા મહિલા હોસ્પિટલમાં રેફર કરી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આરોપ છે કે પોલીસે આ મામલા પર પડદો નાખવાના ઘણા પ્રયત્નો કર્યા અને કલાકો સુધી મીડીયાને ઘટનાસ્થળ અને હોસ્પિટલથી દૂર રાખ્યા. પોલીસનું કહેવું છે કે, મહિલા સાથે દુષ્કર્મ થયા હોવાની વાત સામે આવી છે અને આરોપી બાપ-દિકરાની ધરપકડ કરી તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટના નૈમિષારણ્ય કોતવાલી ક્ષેત્રના જોગી બજાર વિસ્તારની છે. આરોપી બાપ-દિકરાએ ઘરમાં બંધક બનાવી મહિલા સાથે ગેંગરેપ કર્યો અને પછી તેના પ્રાઈવેટ પાર્ટ સહિત નીચેના ભાગમાં આગ લગાવી હતી. સ્થાનિકો અનુસાર, ગત રાત્રીના આ મહિલાને બાપ-દિકરો ઉઠાવી ગયા અને ગેંગરેપ કર્યો. સ્થાનિક લોકોનું કહેવું છે કે, શુક્રવારે બપોરે જ્યારે મહિલા આ હેવાનોની જાળમાંથી છૂટી બજાર પહોંચી ત્યારે તેણે આપવીતી જણાવી હતી.
CHCમાં તૈનાત ડોક્ટર ડી.પી. ભારતીએ કહ્યું કે, મહિલા 30 % બળી ગઈ છે તેણીએ પોતાની સાથે રેપ થયો હોવાની વાત કહી રહી છે. પોલીસે આ મામલામાં આરોપી બાપ-દિકરાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
એસ.પી. આર.પી. સિંહનું કહેવું છે કે આ મામલામાં મહિલાનું મેડિકલ કરાવવામાં આવી રહ્યું છે અને મહિલા માનસિક રૂપે બિમાર પણ લાગી રહી છે. પોલીસનું કહેવું છે કે, આરોપી બાપ-દિકરાની પૂછપરછ કરવામાં આવી રહી છે.