ઉત્તર પ્રદેશનામાં હાઈવોલ્ટેજની લાઇન સુધારવા થાંભલા પર ચઢેલા કર્મચારી અચાનક જ વાયરમાં કરંટ આવતા ત્યાં જ ચોટી ગયો અને દર્દનાક મોત થયું. લોકો જોઈ રહ્યા હતા અને જોત જોતામાં જ કર્મચારી હરીશંકર થાંભલા પર આગનો ગોળો બની ગયો અને થોડી જ વારમાં દર્દનાક રીતે મોતને ભેટ્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો નજીકમાં ઉભેલા એક વ્યક્તિએ બનાવ્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ મામલો લખીમપુર ખેરીના મેગલગંજ કોટવાલીના મુબારકપુર પાવર હાઉસ પાસેના ગામ સાથે સંબંધિત છે. જ્યાં હરીશંકર નામનો કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલો કર્મચારી હાઈ વોલ્ટેજની લાઇનમાં ખામી સુધારતો હતો.
અચાનક તે લાઈનમાં કરંટ હોવાને કારણે, હરીશંકરને વાયર સાથે ચોંટી જવાથી દર્દનાક રીતે મોતને ભેટ્યો હતો. જોત-જોતામાં હરીશંકરના શરીરમાં આગ લાગી અને હરીશંકરનું બળી ગયેલું શરીર નીચે પડી ગયું. હરીશકર થાંભલા પર જ એક પીડાદાયક મૃત્યુ પામ્યો.
આમાં ક્યાંકને ક્યાંક વીજળી વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. શટડાઉનના કારણે કોન્ટ્રાક્ટ કર્મચારી હરીશંકર હાઈ વોલ્ટેજ લાઇનમાં ખામી સુધારવા માટે થાંભલા પર ચઢ્યો હતો, પરંતુ શટડાઉન હોવા છતાં હાઈવોલ્ટેજની લાઈન પર કરંટ ઉતારવો એ વિજળી વિભાગની બેદરકારી સામે આવી છે.
વીજ વિભાગની બેદરકારીને કારણે કર્મચારી હરીશંકરનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતક કર્મચારી હરીશંકરના પરિવારજનોએ માંગ કરી છે કે, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, અને અમને ન્યાય આપવામાં આવે.