કેરલના કોચ્ચિના રહેવાસી એક યુવકની સાથે. તેણે 300 રૂપિયાની લોટરીની ટિકિટ ખરીદી. ત્યાર બાદ તેને બિલકુલ પણ વિશ્વાસ ન થયો કે તે ક્યારેય કરોડપતિ પણ બની શકે છે. હકીકતે અમુક મિનિટ બાદ તેને ખબર પડી કે તેને 12 કરોડ રૂપિયા જીતી લીધા છે. આ વાત પર તેને વિશ્વાસ જ ન હતો આવી રહ્યો.
300 રૂપિયાની લોટરીની ટિકિટ લીધી
કેરળના કોચ્ચિના આ યુવકનું નામ અનંતુ વિજયન છે. તેનું કહેવું છે, ‘મેં 300 રૂપિયાની લોટરીની ટિકિટ લીધી હતી. રવિવારે સાંજે કેરળ સરકારે ઓનમ બમ્પર લોટરી 2020ના પરિણામ ધોષિત કર્યા તો હું દંગ રહી ગયો. આ લોટરીના પરિણામમાં મેં 12 કરોડ રૂપિયા બમ્પર ઈનામ જીત્યુ હતું. જોકે મને પોતાની કિસ્મત પર પહેલાથી જ થોડો ભરોસો હતો. કારણ કે મે પહેલા પર 500 રૂપિયા સુધીની ધનરાશિ જીતી ચુકી છે.’
12 કરોડ રૂપિયાની લોટરી જીતી
12 કરોડ રૂપિયાની લોટરી જીતનાર અનંતુ વિજયનને આખી રકમ જ મળશે. આ 12 કરોડ રૂપિયાની ધનરાશી પર ટેક્સ અને અન્ય ટેક્સ ચાર્જીસ લાગશે. ત્યાર હાદ તેના લગભગ 7.5 કરોડ રૂપિયા જ મળશે. ત્યાં જ 12 કરોડ રૂપિયાની લોટરી જીત્યા બાદ તે થોડો ડરેલો હતો. તેના અનુસાર તેણે સુરક્ષાની દ્રષ્ટિથી તેની લોટરીની ટિકિટને બેન્કમાં મુકી દીધી છે.
અનંતુ વિજયન ખુબ સાધારણ પરિવારથી છે
અનંતુ વિજયન ખુબ સાધારણ પરિવારથી છે. તે કોચ્ચિના એક મંદિરમાં ક્લર્ક છે. અનંતુના અનુસાર તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. તેણે કહ્યું કે હું જેટલુ કમાઉ છું, તેનાથી પરિવારનું ગુજરાન ન હતુ થઈ રહ્યું. તેના પિતા પેન્ટર છે. બહેન એક ફર્મમાં એકાઉન્ટન્ટ હતી. પરંતુ લોકડાઉનના કારણે તેની નોકરી જતી રહી. અનંતુના પરિવારમાં માતા-પિતા ઉપરાંત બે ભાઈ-બહેન પણ છે.