પત્ની 14 પુરુષોની સાથે ગેરકાયદેસર સંબંધોની જાણ થવા પર પતિએ તેમાંથી પ્રત્યેકને કાનૂની નોટિસ મોકલી કુલ 100 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો કર્યો છે. ચોંકાવનારો આ મામલો કોલકાતામાં સામે આવ્યો છે. વ્યવસાયી પતિનો આરોપ છે કે, આ પુરુષોએ તેમના વૈવાહિક જીવનને તહસ-નહસ થઈ ગયા છે અને સમાજમાં તેમની પ્રતિષ્ઠાની ધુણધાણી થઈ ગઈ છે. વ્યવસાયિ પતિનો દાવો છે કે, તેણે પોતાના કારચાલકને જાસૂસ બનાવીને તેના બધા પૂરાવા એકઠા કરી લીધા.તેમણે તે બધા 14 લોકોને અલગ-અલગ કાયદાકીય નોટિસ મોકલી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, આ નોટિસ મળ્યા બાદબે અઠવાડિયાની અંદર જો માનહાનિની ક્ષતિપૂર્તિના બાબત રૂપિયા નહી આપ્યા તો, કાયદાકીય પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. નોટિસમાં વ્યવસાયીએ લખ્યુ છે કે, હાલમાં મને જાણ થઈ છે કે, તમારા લોકોના મારી પત્ની સાથે શારીરિક સંબંધ છે અને ગુપ્ત રીતે મારી પત્ની સાથે સંપર્કમાં રહો છો. તમને બધાને ખબર છે કે, તેણી વિવાહિત છે. તમારાથી ઘણાબધા લોકો મને તેના પતિ તરીકે પણ જાણો છો. તમારા લોકોના આ ગેરકાયદેસર ક્રિયાકલાપથી મારુ દાંપત્ય જીવન તહસ-નહસ થઈ ગયુ છે. હું તકલીફમાં જીવી રહ્યો છુ. સમાજમાં મારી પ્રતિષ્ઠા પણ નષ્ટ થઈ ગઈ છે. માનહાનિ તરીકે તમારે બધાએ મને આગામી બે અઠવાડિયાની અંદર 100 કરોડ રૂપિયા આપવા પડશે.
Monday, May 20