લોકડાઉનમાં નશાનો સામાન ન મળ્યો, તો ચાકૂ ગળી ગયો હતો. 20 સે.મી.નું ચાકૂ એક પાણીના બાઉલ સાથે ગટકી ગયો હતો. દોઢથી બે મહિના સુધી ચુપ રહ્યો હતો. કોઈને કાંઈ કહ્યું નહીં. પરંતુ, જ્યારે તેને પેટમાં દુખાવો અને તાવ આવ્યો, ત્યારે તે સારવાર માટે ગયો હતો. તપાસમાં પેટની અંદર છરી મળી હતી. એમ્બ્યુલન્સમાં એઈમ્સમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોની ટીમે સર્જરી કરીને લીવરમાંથી ધારદાર ચાકૂને બહાર કાઢ્યુ હતુ. દર્દીને નવું જીવન મળ્યું. ડોકટરો કહે છે કે આ પોતે જ એક મોટી અને પહેલી ઘટના છે. એઈમ્સના ડૉક્ટર કહે છે કે નશાનાં શિકાર લોકોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે, જો તેમનાંમાં કોઈ બદલાવ દેખાય તો તરત જ તેમને ડૉક્ટરની પાસે લઈ જાઓ. એક્સ-રે કરતાની સાથે જ પેટની અંદર છરી મળી આવી હતી અને છરી લિવરમાં અટકી ગઈ હતી. તેથી ત્યાંના ડોકટરે એઈમ્સ રેફર કરી હતી.ડોક્ટર નિહાર રંજન દાસે કહ્યું કે સર્જરી એક પડકાર હતો. તે સર્જરી સહન કરવાને લાયક નહોતો. તેથી, પહેલાં કોવિડની તપાસ કરવામાં આવી હતી. જો રિપોર્ટ નેગેટિવ આવ્યો તો આગળની યોજના તૈયાર કરવામાં આવી. તેનાં લિવરમાં પસ બની રહ્યુ હતુ, દરરોજ 100 એમએલ પસ નીકળી રહ્યુ હતુ. આ ઘટનાનાં દોઢથી બે મહિના સુધી તેણે કોઈને આ વાત કહી ન હતી. ડૉક્ટકોનું કહેવું છે કે, જે સ્થિતીમાં ચાકૂ પેટમાંથી મળ્યુ તે જોતા લાગે છે કે, ચાકુ ગળતી વખતે ચાકૂનું હેન્ડલ નીચેની તરફ હશે. ડૉક્ટરે જણાવ્યુકે, પેટ ચીરીને ચાકૂ બહાર કાઢ્યુ તેને કાઢવામાં ત્રણ કલાક લાગ્યા હતા. હવે દર્દીની તબિયતમાં સુધારો આવ્યો છે. પરંતુ તેને હજી પણ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે અને સતત કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યુ છે.
Monday, May 20