ઘણીવાર ચોરીના યાદગાર કિસ્સા બને છે. આવો જ એક કિસ્સો પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં જમાલપોરમાં સામે આવ્યો છે. જ્યાં એક ચોરે 45 હજાર રૂપિયાની કિંમતના મોબાઇલની ચોરી કરી હતી. ચોર ચોરી કરવા સફળ થયો પણ આધુનિક ફોન તે ચલાવી શક્યો નહીં તેથી થોડા દિવસમાં તે પરત આપવા તૈયાર થઈ ગયો હતો. 4 સપ્ટેમ્બરના રોજ આ વ્યક્તિ એક મીઠાઈની દુકાન પર 45 હજાર રૂપિયાનો મોબાઇલ ફોન લઈ ગયો હતો. દુકાનના કાઉન્ટર પર 22 વર્ષીય વ્યક્તિએ ફોન ચોરી લીધો હતો.આ પછી, ફોનના માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તે વ્યક્તિની આશ્ચર્ય ત્યારે થયું કે તે ફોન ચોર પરત આપવા આવ્યો હતો. કારણ કે તે ચલાવી શક્યો ન હતો. ફોનના માલિકે રવિવારે તેના ફોન પર ફોન કર્યો, ચોરે ઉપાડ્યો અને કહ્યું કે તે તેને પાછો આપવા માંગે છે કારણ કે તે આ મોબાઇલ ફોનને કેવી રીતે ચલાવવો તે જાણતો નથી. આ ક્ષણે ફોનનો માલિક જાતે જ ગયો અને ચોરના ઘરેથી તેનો મોબાઇલ પાછો લઈ આવ્યો હતો. આ દરમિયાન પોલીસ પણ હાજર હતી. જો કે, ફોન માલિકની વિનંતી પર, ફોનની ચોરી કરનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
Sunday, May 19