કેરળના એર્નાકુલમમાં એક ફોટોગ્રાફર હોસ્પિટલની બહાર પોલીસની કાર્યવાહી માટે એક મૃત વ્યક્તિની તસ્વીર લઈ રહ્યો હતો. ત્યારે જ અચાનક તેને કંઈક અવાજ આવવા લાગ્યો. ફોટોગ્રાફરને શંકા ગઈ ત્યારે તે મૃત વ્યક્તિની પાસે ગયો તો તેના મોઢાની અંદર ધીમો ધીમો અવાજ આવી રહ્યો હતો. ફોટોગ્રાફરે તત્કાલ પોલીસને જણાવ્યું. ત્યાર બાદ ખબર પડી કે જેને મૃત જાહેર કરી દીધો છે તે હકીકતે જીવતો છે અને હાલ તેની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. ફોટોગ્રાફર ટોમી થોમસને એર્નાકુલમ જિલ્લાના કાલામસ્સેરી વિસ્તારના અદાથાલા પોલીસે એક મરી ગયેલા વ્યક્તિની તસ્વીર લેવા બોલાવ્યો હતો. જેને મરેલો સમજ્યો હતો તેનું નામ સિવાદાસન હતું. પોલીસે એવું માની લીધુ હતું કે સિવાદાસન હવે જીવતો નથી. ટોમી જેવું તેની તસ્વીર લેવા ગયો સિવાદાસન કંઈક બોલી રહ્યો હતો. ત્યાર બાદ ટોમી થોમસે ત્યા હાજર પોલીસને સુચના આપી. ત્યાર બાદ પોલીસે સિવાદાસનને ત્રિશૂરના જુબલી મિશન હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. ડોક્ટરે જણાવ્યું કે ટોમી એ સમય રહેતા સિવાદાસનનો અવાજ સાંભળીને અહીં ન પહોંચાડ્યા હોત તો તે મરી ગયો હોત.
Sunday, May 19