મધ્યપ્રદેશના બેતૂલમાં એક દુર્લભ પ્રજાતિનો કાચબો મળ્યો છે. કાળી પીઠ હોવાના કારણે તેને બ્લેક શેડના નામથી પણ જાણવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તોની સારી એવી કિંમત દર્શાવવામાં આવી રહી છે. વાસ્તુ શાસ્ત્રમાં આ કાચબાને લઈને ચાર્મ માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી સુખ-શાંતિ આવે છે અને ઘન દોલતની પણ કમી નથી રહેતી. જાણકારોના કહેવા અનુસાર આ કાચબાની ખાસિયત એ છે કે આ ઘાસ ખાય છે. સાથે જ પાણીમાં ઓછુ રહે છે અને જમીન પર વધારે ચાલે છે. તેના એક પગ પર ચાર નખ હોય છે. 16 નખ વાળા આ અનોખા કાચબાને લોકો લકી માને છે. સામાન્ય રીતે ખૂબ ઓછું જોવા મળે છે. પરંતુ તેના ઘરોમાં રાખવું ગેરકાયદેસર છે. બેતૂલમં આ દુર્લભ કાળો કાચબો વ્યાપારી બ્રિજ કપૂરને મળ્યો. જેને તેમણે વન વિભાગને સોંપી દીધો. વ્યાપારી બ્રિજ કપૂરનું કહેવું છે કે આ વરસાદ બાદ તેમને આ કાચબો પાણીમાં મળ્યો હતો. બ્રિજ કપૂરે જણાવ્યું કે 10 દિવસ સુધી આ કાચબાને ઘરમાં રાખ્યા બાદ અમને લાગ્યું કે અહીં તેનો વિકાસ સારી રીતે નથી થઈ રહ્યો. ઘર પર કાળી પીઠ વાળા કાચબાને રાખવાથી સંમૃદ્ધિ થાય છે અને તે ખૂબ જ સુભ પણ હોય છે. પરંતુ તેમ છતાં અમે તેને વન વિભાગને સોંપી દીધો જેથી તેની સારી રીતે દેખભાળ થઈ શકે.
Sunday, May 19