આ વિશાળ માછલી પશ્વિમ બંગાળના દિઘામાં પકડાઈ હતી. પશ્વિમ બંગાળના દિઘામાં એક ટ્રોલરથી 780 કિલોગ્રામની માછળી પકડમાં આવી હતી જેનું નામ ચિલશંકર ફિશ છે. માછીમાર આ વિશાળ માછલીને પકડીને ખૂબ જ ખુશ હતા. સોમવારે જે ટ્રોલરથી આ વિશાળા કાળા રંગની માછળી પકડી હતી. આ ટ્રોલરના માલિક ઓડિશાના છે. દિઘામાં જ્યારે આ માછલી પકડી તો તેની આસપાસ લોકલ ટૂરિસ્ટની ભીડ લાગી ગઈ હતી. પોતાના ભારે વજનના કારણે આ માછળી કોઈ મૂવમેન્ટ પણ કરી શકતી ન હતી.આ માછળીને દોરડાથી બાંધીને એક વાનમાં રાખવામાં આવ્યા છે. એક લોકલ ફિશરમેન અજિરુલે જણાવ્યું હતું કે, એક ચિલશંકર ફિશ છે. જેનું વજન આશરે 800 કિલોગ્રામ છે. જેની માર્કેટ કિંમત 2100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આ માછલીના તેલ અને હડકાઓથી દવાઓ બનાવવામાં આવે છે. બાકીના હિસ્સો ચોમાસું દરમિયાન ખાવાની ડિશની જેમ ઉપયોગમાં લેવાય છે.
Monday, May 20