આ મામલો જમાલપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સિકંદરપુર ગામનો છે, જ્યાં વીજળીના થાંભલા અને વાયર લગાવવા કામ કરતા મજૂરોને આંગણવાડી કેન્દ્ર ખાતે વિજળી વિભાગ દ્વારા રોકવામાં આવ્યા હતા. રાત્રે બધા કામદારો રસોઈ કરીને જમીને સૂઈ ગયા હતા. સૂતી વખતે એક મજૂર લવલેશ કુમારના શર્ટમાંથી ઝેરી સાપ દાખલ થઈને તેના જિન્સનાં પેન્ટમાં ઘૂસી ગયો હતો. પેન્ટમાં સાંપ ઘુસ્યા બાદ જ્યારે યુવકે જાણ થઈ તો તે ચુપચાપ ત્યાં જ 7 કલાક સુધી થાંભલો પકડીને ઉભો રહ્યો હતો. આ દરમ્યાન ઝેરી સાંપ જીન્સના પેન્ટનાં બેઠો રહ્યો હતો. સવાર પછી, સ્થાનિક લોકોએ મદારીને બોલાવ્યો અને કોઈક રીતે જીન્સની પેન્ટમાંથી સાપને બહાર કાઢ્યો હતો, ત્યારે જઈને યુવકનો જીવ બચી ગયો હતો. ગામના લોકોનું કહેવું છે કે, રાત્રે 12 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી આ યુવક 7 કલાક સુધી થાંભલો પકડીને ઉભો રહ્યો હતો, ત્યારે જઈને તેનો જીવ બચી શક્યો હતો. અહીં ઘણી ભીડ એકત્ર થઈ ગઈ હતી, તેતો સારું કહેવાયકે, સાંપે તેને ડંખ માર્યો નહી.
Sunday, May 19