તમે આજ સુધી ઘણી અજીબોગરીબ ચોરીઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે કોઈ સંસ્કારી ચોર વિશે સાંભળ્યું છે? સામાન્ય રીતે ભારતીયો જ્યારે નવો ધંધો શરૂ કરે અથવા ઘર કે કાર જેવી નવી વસ્તુઓ ખરીદે ત્યારે પૂજા કરે છે. પરંતુ શું તમે ક્યારેય એવા ચોર વિશે સાંભળ્યું છે જે ચોરી કરતા પહેલા પૂજા કરે છે? જો તમે સાંભળ્યું ન હોય, તો હવે સાંભળો. કેરળમાં આવો જ એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં ચોરોએ કેરળના કોલ્લમ જિલ્લામાં એક ફાયનાન્સ ફર્મમાં 30 લાખ રૂપિયાનું સોનું અને 4 લાખ રૂપિયાની રોકડ રકમ લઈ જતા પહેલા દારૂ અને સોપારી સાથે પૂજા કરી હતી.
મળતી માહિતી મુજબ, ચોરોએ પઠાણપુરમના જનતા જંકશનની ‘પઠાણપુરમ બેંકર્સ’ નામની ખાનગી નાણાકીય સંસ્થામાં આ અનોખી ચોરી કરી હતી. આ ચોરીની માહિતી નાણાકીય સંસ્થાના માલિક રામચંદ્રન નાયરે આપી હતી. માલિક રામચંદ્રન નાયરે તેની પોલીસ ફરિયાદમાં દાવો કર્યો હતો કે બે લોકરમાં રાખેલ સોનું અને રોકડ ખોવાઈ ગઈ હતી.
આ પછી, જ્યારે પોલીસે સ્થળનું નિરીક્ષણ કર્યું, ત્યારે જાણવા મળ્યું કે ત્યાં કેટલીક ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. તમિલો દ્વારા પૂજવામાં આવતા દેવતાની છબી ત્રણ પાંદડા પર મૂકવામાં આવી હતી. નજીકમાં ચૂનો જડેલા અને પીળા દોરાથી બાંધેલો નાનો ભાલો, દારૂની બોટલ અને સોપારીના પાન મળી આવ્યા હતા. તેમજ પોલીસ ડોગને ગેરમાર્ગે દોરવાના ઈરાદે રૂમની આસપાસ માનવ વાળ પથરાયેલા હતા.
એટલું જ નહીં, ચોરોએ ચોરી બાદ દિવાલ પર એક પોસ્ટર ચોંટાડી દીધું હતું, જેના પર અંગ્રેજીમાં લખેલું હતું: “હું ખતરનાક છું, મને ફોલો ન કરો.” જો કે આ મેસેજ પોલીસને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો, પરંતુ સત્તાવાળાઓએ તેને અવગણવાનું પસંદ કર્યું હતું.” બેંક શનિવાર બપોર સુધી કામ કરતી હતી અને રવિવારે બંધ રહી હતી. સોમવારે સવારે 9 વાગ્યાની આસપાસ માલિક અને કર્મચારીઓએ બેંક ખોલી ત્યારે લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી, અધિકારી જણાવ્યું હતું કે, લૂંટારુઓ ત્રણ માળની ઇમારતના પહેલા માળે છત દ્વારા પહોંચ્યા હતા.ત્યારબાદ મુખ્ય પ્રવેશદ્વાર પરની લોખંડની ગ્રીલ તોડીને તેઓએ બળજબરીથી દરવાજો ખોલ્યો હતો.અને બેંકમાં પ્રવેશતાની સાથે જ લૂંટારાઓએ લોકર કાપી નાખ્યું હતું. કટર વડે બધો સામાન ખાલી કર્યો.